Morbi News : મોરબીના ટંકારામાં એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પી કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ, પુત્રનું સારવાર દરમિયાન મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીના ટંકારામાં એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે, પતિ-પત્ની વચ્ચે રૂપિયાને લઈ ઝઘડો થયો હતો અને ત્યારબાદ પત્નીએ ઝેરી દવા પી લીધી હતી, તો માતાને ઝેરી દવા પીતા જોતા પુત્ર અને પુત્રીએ પણ ઝેરી દવા ગટગટાવી હતી, તો પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મોરબીના ટંકારામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ
મોરબીના ટંકારામાં એક જ પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે, પતિ-પત્ની વચ્ચે રૂપિયાને લઈ અવાર-નવાર ઝઘડો થતો હોવાની વાત સામે આવી છે, અને રૂપિયાને લઈ પત્નીએ ઝેરી દવા પીધી છે, તો પત્ની અને પુત્રીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે, પોલીસે પતિની પૂછપરછ કરી અને અટકાયત પણ કરી છે, પત્ની અને પુત્રી પણ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
મોરબીમાં માતા અને 2 બાળકોએ કર્યો આપઘાતનો પ્રયાસ
વાછકપર ગામે પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીધી છે અને તેમાં પુત્રનું મોત થયું છે, પતિ-પત્ની વચ્ચે રૂપિયા બાબલે થઈ હતી બોલાચાલી અને બોલાચાલી બાદ માતાએ બાળકો સાથે ઝેરી દવા પીધી છે, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પુત્રના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. માતા અને પુત્રીની તબિયત નરમ હોવાથી તેમને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયા છે.
આપઘાત કરવાનું મુખ્ય કારણ ભવિષ્યનો ભય છે
ખોટું કર્યું તેની જાણ અન્યને થશે તેનો મોટો ડર હોય છે. શાળા-કોલેજોમાં બાળકો એકલતા અનુભવે છે. મને નોકરી નહીં મળે તો ? લગ્ન માટે વર કે કન્યા ન મળે ત્યારે યુવાધનને અસ્વીકાર્યતાનો ભય મોટો હોય છે. ભવિષ્ય માટે આવી ચિંતા માનસિક સ્ટ્રેસ ઊભો કરે છે. મોટેભાગે અશાંત અને અપરાધી માનસિકતા ડ્રગ્સ અને ગુનાખોરી તરફ્ વાળે છે. જ્યારે સરળ અને મહેનતું યુવાનો છેતરાય છે અથવા કોઈ ષડ્યંત્રનો ભોગ બને કે તેને નિષ્ફળતા મળે ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.
What's Your Reaction?






