Morbi News: હળવદમાં સામાન્ય અકસ્માતે લીધું ઉગ્ર સ્વરૂપ, જૂથ અથડામણમાં 3 ઇજાગ્રસ્ત

Oct 11, 2026 - 23:00
Morbi News: હળવદમાં સામાન્ય અકસ્માતે લીધું ઉગ્ર સ્વરૂપ, જૂથ અથડામણમાં 3 ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લાના હળવદ શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. મોટરસાયકલ અને કાર વચ્ચે થયેલા મામૂલી અકસ્માત મુદ્દે બે જૂથો સામસામે આવી જતાં તંગદિલી સર્જાઈ હતી. આ જૂથ અથડામણમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે શાંતિ જાળવી રાખવા માટે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

વાહન અકસ્માત બાદ બાબાલ વધી

પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદમાં મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અલગ અલગ ધર્મના લોકો સામસામે આવી જતાં મામલો વણસ્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો.

Morbi News: Halvad Group Clash: 3 Injured Over Vehicle Accident in Morbi

ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રીફર કરાયા

આ હિંસક અથડામણમાં 3 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સુવિધાયુક્ત સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

Morbi News: Halvad Group Clash: 3 Injured Over Vehicle Accident in Morbi

તહેવારના ટાણે પોલીસનો કડક પહેરો

નવરાત્રીના પહેલા જ દિવસે આ ઘટના બનતા સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું છે. વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે હળવદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે તમામ ઇજાગ્રસ્તો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધીને કાનૂની ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે.


આ પણ વાંચો: Morbi: ગેમમાં પૈસા હારી જતાં માથે દેવાનો ડુંગર ખડકાયો; ઘણાંદ ગામના પરિવારે આશાસ્પદ પુત્ર ગુમાવ્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0