Morbi News : હળવદમાં બાઈકને બચાવવા જતાં કાર કેનાલમાં ખાબકી, ચાલકનો માંડ-માંડ બચ્યો જીવ

Aug 3, 2025 - 16:30
Morbi News : હળવદમાં બાઈકને બચાવવા જતાં કાર કેનાલમાં ખાબકી, ચાલકનો માંડ-માંડ બચ્યો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદના કડીયાણા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક કાર નર્મદાની બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી. સદનસીબે કાર ચાલકનો સ્થાનિક લોકોની સમયસૂચકતાથી આબાદ બચાવ થયો છે.

શું હતી સમગ્ર ઘટના...

મળતી જાણકારી અનુસાર, આ ઘટના કડીયાણા ગામ નજીક આવેલા નર્મદા કેનાલના પૂલ પર બની હતી. એક કાર ચાલક ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક સામેથી એક બાઈક આવી ગયું હતું. બાઈકચાલકને બચાવવાના પ્રયાસમાં કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી કેનાલમાં ખાબકી હતી.

ચાલકનો જીવ બચ્યો

કાર પાણીમાં પડતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમયનો બગાડ કર્યા વગર તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ ભેગા મળીને કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં કારને ભારે નુકસાન થયું છે પરંતુ ચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. બાદમાં, કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માત બાદ થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર થઇ હતી. સ્થાનિક લોકોની હિંમત અને તાત્કાલિક કામગીરીના કારણે એક મોટો અકસ્માત ટળ્યો અને એક વ્યક્તિનો જીવ બચી ગયો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0