Morbi News: આવતીકાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત મોરબી આવશે, રાજ્ય સરકારની વળતર નીતિ સામે સવાલો ઉઠાવશે

Aug 7, 2026 - 09:30
Morbi News: આવતીકાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત મોરબી આવશે, રાજ્ય સરકારની વળતર નીતિ સામે સવાલો ઉઠાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લામાં ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનમાં નજીવું વળતર ચૂકવી ખાનગી કંપનીઓ દ્વારા હેવી વીજલાઇન પસાર કરવા તેમજ થાંભલાઓ ખોડવા મુદ્દે જેતપર ખાતે ચાલી રહેલ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં પ્રતીક ઉપવાસ આંદોલન વચ્ચે આવતીકાલે આઠમી ઓગસ્ટના રોજ દેશવ્યાપી ખેડૂત આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકેત મોરબી આવી રહ્યા છે.આવતીકાલે રાત્રે તેઓ મોરબીના રવાપર રોડ પર કેપિટલ માર્કેટના ચોકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો,ખાસ કરીને વીજ લાઇન અને જમીનના યોગ્ય વળતર મુદ્દે સભા ગજાવશે.

નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી

ખેડૂત નેતા રાકેશ ટિક્તની જાહેરસભા અંગે ખેડૂત અગ્રણી અને પાટીદાર યુવા સંઘના અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે,હેવી વીજલાઇન વળતર મુદ્દે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી.ખેડૂતો ચાર ગણું વળતર માગી રહ્યા છે.આ ન્યાયિક લડાઈના સમર્થનમાં આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.સભામાં મોરબી જિલ્લાના તમામ ખેડૂત પરિવારો, મહિલાઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે.જોકે,ખેડૂત સભા માટે તંત્ર પાસે મંજૂરી માગવામાં આવી છે.પરંતુ વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કક્ષાએથી જાહેરનામું બહાર પાડી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.ખેડૂત આગેવાનોએ તંત્રને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે સભા યોજી શકે તે માટે સહયોગ આપે. 

આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે

જો તંત્ર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો પણ ખેડૂતો પોતાના બંધારણીય અધિકાર મુજબ મંજૂરી વગર પણ સભા યોજશે તેવું જણાવ્યું હતું.ખેડૂત નેતા રાકેશ ટિકેત બરોડાથી સીધા મોરબી આવશે. તેઓ સાંજે 4 થી 5 વાગ્યાની આસપાસ મોરબી પહોંચશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે અને તેમની વેદના તેમજ પીડા સાંભળશે.ત્યારબાદ રાત્રે 8 વાગ્યે રવાપર રોડ પર મુખ્ય જાહેર સભાને સંબોધન કરશે.આ મહાસભામાં રાકેશ ટિકેતની સાથે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યદુવીર સિંહ અને રાજસ્થાનના ખેડૂત નેતા હિંમતસિંહ ગુર્જર પણ સાથે રહેશે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતમાં શનિ અને રવિવાર બે દિવસ ભારે વરસાદની આગાહી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0