Morbi: નકલી એન્જિન ઓઈલ વેચતી કંપની ઝડપાઈ, 2 લોકો પકડાયા
રાજ્યમાં હાલમાં નકલીની ભરમાર ચાલી રહી છે. બે દિવસ પહેલા અમદાવાદમાંથી નકલી કોર્ટ અને નકલી જજ પકડાયા બાદ હવે નકલી એન્જિન ઓઈલ વેચતી કંપની પકડાઈ છે. મોરબીના ટંકારામાંથી નકલી એન્જિન ઓઈલ પેકીંગ અને સેલિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે.શું LCB અને ટંકારા પોલીસના નાક નીચે આ ગોરખધંધો ચાલતો હતો? સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમ દ્વારા મોરબીના ટંકારામાં મારુતિ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં રેડ કરીને 21,488 લીટર ડુપ્લીકેટ ઓઈલના જથ્થા સાથે બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. રેડ દરમિયાન SMCની ટીમે સ્થળ પરથી 3 પ્રિન્ટિંગ મશીન, મોટર, બેલ્ટ મશીન અને બોટલ સિલિંગ મશીન જપ્ત કરી લીધું છે. SMCએ મેહુલ ઠક્કર અને અરૂણ કુંડારીયા નામના બે શખ્સોની હાલમાં અટકાયત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે એલસીબી અને ટંકારા પોલીસના નાક નીચે આ ગોરખધંધો ચાલતો હતો.અમદાવાદમાં નકલી કોર્ટના પર્દાફાશથી હડકંપ બીજી તરફ હાલમાં અમદાવાદમાં નકલી કોર્ટના પર્દાફાશથી હડકંપ મચી ગયો છે. સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો પર્દાફાશ થયો છે. લાંબા સમયથી નકલી કોર્ટ ચાલતી હોવાનો ખુલાસો થયો છે અને આરોપી મોરિસ કિશ્ચિયન સામે પોલીસે ફરિયાદ નોંધી છે. પોતાની ઓફિસમાં જ નકલી કોર્ટ ઉભી કરી હતી અને કોર્ટની જેમ જ કર્મચારીઓ અને વકીલો રાખતો હતો. નકલી ઓર્ડર અંગે કોર્ટને જાણ થતા કૌભાંડનો પર્દાફાશ થયો આરોપી મોરિસ પોતે જજ બનીને નકલી ઓર્ડર કરતો હતો અને જમીનોના વિવાદના કેસો અંગે નકલી ઓર્ડર બનાવતો હતો. નકલી ઓર્ડર અંગે કોર્ટને જાણ થતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેસમાં મધ્યસ્થી તરીકે વકીલ કિશ્ચિયનની નિમણૂંક થઈ હતી અને મોરિસ કિશ્ચિયને કેસમાં એક તરફી ઓર્ડર આપી દીધો હતો. અનેક નકલી ઓર્ડર પર કાર્યવાહી થઇ હોવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોરિસ કિશ્ચિયને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. મોરિસ કિશ્ચિયન સામે મણિનગરમાં ગુનો નોંધાયો હતો, વર્ષ 2015માં મોરિસ કિશ્ચિયન સામે ગુનો નોંધાયો હતો. કલમ 406, 420, 467, 468, 471, 177, 452, 114 હેઠળ ગુનો નોંધાયો હતો. આ સિવાય મોરિસ કિશ્ચિયન સામે 2019માં કેસ નોંધાયો હતો. જમીન પચાવી પાડવા માટે ખોટા ક્લેઈમ ઉભા કર્યા હતા. આરોપી ખાસ મોડસ ઓપરેન્ડીથી કામ કરતો હતો. આરોપી પોતાને કાયદેસરનો આર્બિટ્રેટર દર્શાવતો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં હાલમાં નકલીની ભરમાર ચાલી રહી છે. બે દિવસ પહેલા અમદાવાદમાંથી નકલી કોર્ટ અને નકલી જજ પકડાયા બાદ હવે નકલી એન્જિન ઓઈલ વેચતી કંપની પકડાઈ છે. મોરબીના ટંકારામાંથી નકલી એન્જિન ઓઈલ પેકીંગ અને સેલિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે.
શું LCB અને ટંકારા પોલીસના નાક નીચે આ ગોરખધંધો ચાલતો હતો?
સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમ દ્વારા મોરબીના ટંકારામાં મારુતિ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં રેડ કરીને 21,488 લીટર ડુપ્લીકેટ ઓઈલના જથ્થા સાથે બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. રેડ દરમિયાન SMCની ટીમે સ્થળ પરથી 3 પ્રિન્ટિંગ મશીન, મોટર, બેલ્ટ મશીન અને બોટલ સિલિંગ મશીન જપ્ત કરી લીધું છે. SMCએ મેહુલ ઠક્કર અને અરૂણ કુંડારીયા નામના બે શખ્સોની હાલમાં અટકાયત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે એલસીબી અને ટંકારા પોલીસના નાક નીચે આ ગોરખધંધો ચાલતો હતો.
અમદાવાદમાં નકલી કોર્ટના પર્દાફાશથી હડકંપ
બીજી તરફ હાલમાં અમદાવાદમાં નકલી કોર્ટના પર્દાફાશથી હડકંપ મચી ગયો છે. સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો પર્દાફાશ થયો છે. લાંબા સમયથી નકલી કોર્ટ ચાલતી હોવાનો ખુલાસો થયો છે અને આરોપી મોરિસ કિશ્ચિયન સામે પોલીસે ફરિયાદ નોંધી છે. પોતાની ઓફિસમાં જ નકલી કોર્ટ ઉભી કરી હતી અને કોર્ટની જેમ જ કર્મચારીઓ અને વકીલો રાખતો હતો.
નકલી ઓર્ડર અંગે કોર્ટને જાણ થતા કૌભાંડનો પર્દાફાશ થયો
આરોપી મોરિસ પોતે જજ બનીને નકલી ઓર્ડર કરતો હતો અને જમીનોના વિવાદના કેસો અંગે નકલી ઓર્ડર બનાવતો હતો. નકલી ઓર્ડર અંગે કોર્ટને જાણ થતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેસમાં મધ્યસ્થી તરીકે વકીલ કિશ્ચિયનની નિમણૂંક થઈ હતી અને મોરિસ કિશ્ચિયને કેસમાં એક તરફી ઓર્ડર આપી દીધો હતો. અનેક નકલી ઓર્ડર પર કાર્યવાહી થઇ હોવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોરિસ કિશ્ચિયને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. મોરિસ કિશ્ચિયન સામે મણિનગરમાં ગુનો નોંધાયો હતો, વર્ષ 2015માં મોરિસ કિશ્ચિયન સામે ગુનો નોંધાયો હતો. કલમ 406, 420, 467, 468, 471, 177, 452, 114 હેઠળ ગુનો નોંધાયો હતો. આ સિવાય મોરિસ કિશ્ચિયન સામે 2019માં કેસ નોંધાયો હતો. જમીન પચાવી પાડવા માટે ખોટા ક્લેઈમ ઉભા કર્યા હતા. આરોપી ખાસ મોડસ ઓપરેન્ડીથી કામ કરતો હતો. આરોપી પોતાને કાયદેસરનો આર્બિટ્રેટર દર્શાવતો હતો.