Morbi: ઢવાણા દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયના ચેક અપાયા
સુરેન્દ્રનગર સાંસદે પરીવારજનોને ભેટીને સાંત્વના આપી, આંખમાં આંસુ છલકાયાઆ દુર્ઘટનામાં 9 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને 8 લાપતા બન્યા હતા સરકારે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી મોરબી જિલ્લાના હળવદના ઢવાણા ગામે રવિવારે રાત્રીના સમયે નદી પાર કરતી વખતે ટ્રેકટરની ટ્રોલી પલ્ટી ખાઈ ગયા બાદ 17 લોકો પાણીમાં તણાયા હતા, જેમાંથી 9 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને 8 લાપતા બન્યા હતા. સરકારે 8 મૃતકોના પરીવારજનોને 4 લાખની સહાયના ચેક આપ્યા ત્યારે તે સમયે સરકારે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી, જેને લઈને આજે સરકારે 8 મૃતકોના પરીવારજનોને 4 લાખની સહાયના ચેક આપ્યા હતા. ઢવાણામા દુર્ઘટનામાં મંગળવારે ત્રણ, બુધવારે ચાર અને શુક્રવારે એક મૃતદેહ નદીમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં મૃતક અશ્વિનભાઈ રાઠોડ, વિજયભાઈ બારોટ, રામદેવભાઈ મકવાણા, જાનકીબેન, રાજુબેન બારોટ, ગીતાબેન બારોટ, આશિષભાઈ બારોટ , જીનલ બારોટના મૃતદેહ મળી આવ્યા હતા. તંત્રએ ખડેપગે રહી કામગીરી કરી હતી એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા વહીવટી તંત્ર, ફાયર, પોલીસ, મામલતદાર, તાલુકા પંચાયતની ટીમ સહિતનું તંત્ર ખડેપગે કામગીરી કરી હતી. ઘટનાના પગલે રાજ્ય સરકારે તમામ મૃતકોના પરિવાર માટે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી, આજે શનિવારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાયના ચેક આપવામાં આવ્યા હતા. આ નેતાઓ રહ્યા હાજર આજે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર સહિત વહીવટી તંત્ર દ્વારા ચેક આપવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં પુરની સ્થિતિથી વીજતંત્રને મોટું નુકસાન થયુ ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં પુરની સ્થિતિથી વીજતંત્રને પણ મોટું નુકસાન થયુ છે. મોરબીમાં 260 વીજપોલ, 20થી વધુ TCને નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે 100થી વધુ ફીડર બંધ થયા હતા. ત્યારે PGVCLની 31થી વધુ ટીમો હાલમાં રિપેરિંગની કામગીરીમાં લાગી છે અને જિલ્લામાં વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કવાયત હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરેન્દ્રનગર સાંસદે પરીવારજનોને ભેટીને સાંત્વના આપી, આંખમાં આંસુ છલકાયા
- આ દુર્ઘટનામાં 9 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને 8 લાપતા બન્યા હતા
- સરકારે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી
મોરબી જિલ્લાના હળવદના ઢવાણા ગામે રવિવારે રાત્રીના સમયે નદી પાર કરતી વખતે ટ્રેકટરની ટ્રોલી પલ્ટી ખાઈ ગયા બાદ 17 લોકો પાણીમાં તણાયા હતા, જેમાંથી 9 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને 8 લાપતા બન્યા હતા.
સરકારે 8 મૃતકોના પરીવારજનોને 4 લાખની સહાયના ચેક આપ્યા
ત્યારે તે સમયે સરકારે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી, જેને લઈને આજે સરકારે 8 મૃતકોના પરીવારજનોને 4 લાખની સહાયના ચેક આપ્યા હતા. ઢવાણામા દુર્ઘટનામાં મંગળવારે ત્રણ, બુધવારે ચાર અને શુક્રવારે એક મૃતદેહ નદીમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં મૃતક અશ્વિનભાઈ રાઠોડ, વિજયભાઈ બારોટ, રામદેવભાઈ મકવાણા, જાનકીબેન, રાજુબેન બારોટ, ગીતાબેન બારોટ, આશિષભાઈ બારોટ , જીનલ બારોટના મૃતદેહ મળી આવ્યા હતા.
તંત્રએ ખડેપગે રહી કામગીરી કરી હતી
એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા વહીવટી તંત્ર, ફાયર, પોલીસ, મામલતદાર, તાલુકા પંચાયતની ટીમ સહિતનું તંત્ર ખડેપગે કામગીરી કરી હતી. ઘટનાના પગલે રાજ્ય સરકારે તમામ મૃતકોના પરિવાર માટે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી, આજે શનિવારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાયના ચેક આપવામાં આવ્યા હતા.
આ નેતાઓ રહ્યા હાજર
આજે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર સહિત વહીવટી તંત્ર દ્વારા ચેક આપવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં પુરની સ્થિતિથી વીજતંત્રને મોટું નુકસાન થયુ
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં પુરની સ્થિતિથી વીજતંત્રને પણ મોટું નુકસાન થયુ છે. મોરબીમાં 260 વીજપોલ, 20થી વધુ TCને નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે 100થી વધુ ફીડર બંધ થયા હતા. ત્યારે PGVCLની 31થી વધુ ટીમો હાલમાં રિપેરિંગની કામગીરીમાં લાગી છે અને જિલ્લામાં વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કવાયત હાથ ધરી છે.