Morbiમાં પાટીદાર યુવકો રિવોલ્વરના લાયસન્સની કરશે માગ, પોલીસની નિષ્ક્રિયતાને લઇ લોકોમાં રોષ
મોરબીમાં શરુ થયેલ પાટીદાર યુવા સેવાસંઘના નેજા નીચે આવતીકાલે મોરબીમાં ૧૦૦ થી વધુ પાટીદાર યુવાનો એક સાથે હથિયારના લાયસન્સ માટે અરજી કલેકટરને આપવાના છે આર્થી સમ્પાન સિરામિક નગરીમાં આડકતરી રીતે મોરબી પોલીસ ની નિષ્ક્રિયતા અને ગુનેગારો સાથેની સાંઠગાંઠના આક્ષેપ સાથે આ યુવાનો સ્વ રક્ષા કરવા હવે જાતે જ આગળ આવવું પડે એવી મજબૂરી હોવાથી લાયસન્સ આપો આવો સંદેશ આપવાનો પ્રયાસ કરી ને પોલીસ નું નાક કાપવાના છે. અસામાજિક તત્વોનો વધ્યો ત્રાસ મોરબીમાં છેલ્લા કેટલાય સમયથી લુખ્ખાગીરી અને વ્યાજખોરીનો અનેક યુવાનો ભોગ બની ચુક્યા છે મોરબીમાં વારંવાર આત્મહત્યાથી લઇ ને માર મારવાના અને લુંટી લેવાના બનાવોમાં નોંધપાત્ર વધારો પણ થયો છે ત્યારે મોરબી પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી ના બદલે ગુનેગારો સાથે સેટિંગ કરી લેતી હોવાનો ગંભીર આક્ષેપ મોરબીમાં પાટીદાર યુવાનો હવે કરવા લાગ્યા છે અને તેથી જ તાજેતર માં મોરબી પાટીદાર યુવા સેવા સંઘ નામની સંસ્થા ઉભી કરવામાં આવી છે. યુવાનો કરશે અરજી જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા છે અને આવતીકાલે આ યુવાનો સંઘના અધ્યક્ષ મનોજ પનારાની આગેવાનીમાં જીલ્લા કલેકટર પાસે જઈ ને સ્વરક્ષા માટે હથિયારની માંગ કરતુ આવેદન અને હથિયારની અરજી આપવાના છે પોલીસથી લાંબા સમયથી પાટીદાર સમાજ અત્યંત નારાજ છે અને તેનું કારણ જ એ છે કે પોલીસ ગુનેગારો સાથે સેટિંગ કરી ને માત્ર કાગળ ઉપર કરવા ખાતર જ કાર્યવાહી કરે છે અને તેથી જ પોલીસનું નાક કાપવા માટે આ યુવાનો એક સાથે હવે હથિયાર સ્વરક્ષા માટે મજબૂરી હોવાના સંદેશ સાથે જીલ્લા કલેકટરને અરજી કરવાના છે હાલ માં ૧૦૦ થી વધુ યુવાનો આ અરજી કરશે અને બાદ માં જો પરિણામ નહિ મળે તો વધુ ને વધુ યુવાનો આવી હથિયાર ની અરજી કરી ને તંત્ર ને તેની નબળાઈ દેખાડવા પ્રયાસ કરશે. 2500 યુવાનો જોડાયા મોરબી શહેર અને જિલ્લામા પાટીદાર સમાજને નિશાન બનાવી વ્યાજખોરો, લુખ્ખાઓ દમન ગુજારવાની સાથે હાલમાં સમાજના અનેક યુવાનો નશા અને ઓનલાઈન ગેમિંગને રવાડે ચડી ગયા હોય પાટીદાર સમાજને આવા અનિષ્ઠથી બચાવવા પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના થઇ છે. લાભ પાંચમે સંઘનું બીજ રોપાયા બાદ 15 દિવસમાં જ મોરબીના બગથળા ગામે પ્રથમ બેઠક યોજી સંગઠનની રચના કરવામાં આવતા 2500 યુવાનો આ સંગઠનમાં જોડાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં શરુ થયેલ પાટીદાર યુવા સેવાસંઘના નેજા નીચે આવતીકાલે મોરબીમાં ૧૦૦ થી વધુ પાટીદાર યુવાનો એક સાથે હથિયારના લાયસન્સ માટે અરજી કલેકટરને આપવાના છે આર્થી સમ્પાન સિરામિક નગરીમાં આડકતરી રીતે મોરબી પોલીસ ની નિષ્ક્રિયતા અને ગુનેગારો સાથેની સાંઠગાંઠના આક્ષેપ સાથે આ યુવાનો સ્વ રક્ષા કરવા હવે જાતે જ આગળ આવવું પડે એવી મજબૂરી હોવાથી લાયસન્સ આપો આવો સંદેશ આપવાનો પ્રયાસ કરી ને પોલીસ નું નાક કાપવાના છે.
અસામાજિક તત્વોનો વધ્યો ત્રાસ
મોરબીમાં છેલ્લા કેટલાય સમયથી લુખ્ખાગીરી અને વ્યાજખોરીનો અનેક યુવાનો ભોગ બની ચુક્યા છે મોરબીમાં વારંવાર આત્મહત્યાથી લઇ ને માર મારવાના અને લુંટી લેવાના બનાવોમાં નોંધપાત્ર વધારો પણ થયો છે ત્યારે મોરબી પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી ના બદલે ગુનેગારો સાથે સેટિંગ કરી લેતી હોવાનો ગંભીર આક્ષેપ મોરબીમાં પાટીદાર યુવાનો હવે કરવા લાગ્યા છે અને તેથી જ તાજેતર માં મોરબી પાટીદાર યુવા સેવા સંઘ નામની સંસ્થા ઉભી કરવામાં આવી છે.
યુવાનો કરશે અરજી
જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા છે અને આવતીકાલે આ યુવાનો સંઘના અધ્યક્ષ મનોજ પનારાની આગેવાનીમાં જીલ્લા કલેકટર પાસે જઈ ને સ્વરક્ષા માટે હથિયારની માંગ કરતુ આવેદન અને હથિયારની અરજી આપવાના છે પોલીસથી લાંબા સમયથી પાટીદાર સમાજ અત્યંત નારાજ છે અને તેનું કારણ જ એ છે કે પોલીસ ગુનેગારો સાથે સેટિંગ કરી ને માત્ર કાગળ ઉપર કરવા ખાતર જ કાર્યવાહી કરે છે અને તેથી જ પોલીસનું નાક કાપવા માટે આ યુવાનો એક સાથે હવે હથિયાર સ્વરક્ષા માટે મજબૂરી હોવાના સંદેશ સાથે જીલ્લા કલેકટરને અરજી કરવાના છે હાલ માં ૧૦૦ થી વધુ યુવાનો આ અરજી કરશે અને બાદ માં જો પરિણામ નહિ મળે તો વધુ ને વધુ યુવાનો આવી હથિયાર ની અરજી કરી ને તંત્ર ને તેની નબળાઈ દેખાડવા પ્રયાસ કરશે.
2500 યુવાનો જોડાયા
મોરબી શહેર અને જિલ્લામા પાટીદાર સમાજને નિશાન બનાવી વ્યાજખોરો, લુખ્ખાઓ દમન ગુજારવાની સાથે હાલમાં સમાજના અનેક યુવાનો નશા અને ઓનલાઈન ગેમિંગને રવાડે ચડી ગયા હોય પાટીદાર સમાજને આવા અનિષ્ઠથી બચાવવા પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના થઇ છે. લાભ પાંચમે સંઘનું બીજ રોપાયા બાદ 15 દિવસમાં જ મોરબીના બગથળા ગામે પ્રથમ બેઠક યોજી સંગઠનની રચના કરવામાં આવતા 2500 યુવાનો આ સંગઠનમાં જોડાયા છે.