Monsoon 2026 : સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ, લખતર, સાયલા, ચુડા અને લીંબડીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, વાંસળ ડેમ ઓવરફ્લો

Aug 1, 2026 - 11:00
Monsoon 2026 : સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ, લખતર, સાયલા, ચુડા અને લીંબડીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, વાંસળ ડેમ ઓવરફ્લો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો છે. જિલ્લાના લખતર, સાયલા, ચુડા અને લીંબડી તાલુકામાં સાડા ત્રણ-ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.

Heavy Rain in Surendranagar: Lakhtar & Limbdi Receive 3.5 Inches, Vansal Dam Overflows

ચુડા તાલુકાના વાંસળ અને ગોખરવાળા ડેમ ઓવરફ્લો

ભારે વરસાદના પરિણામે ચુડા તાલુકાના વાંસળ અને ગોખરવાળા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાંસળ ડેમ છલકાતાં ગોખરવાળા ગામે નદીમાંથી પસાર થતો માર્ગ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૃગુપુર, કરમડ, વેજલકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો છે. લખતરના ભડવાણા ગામની ફરતે પૂરના પાણી ફરી વળ્યા છે, જ્યારે ઇંગરોડી ગામે ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

Heavy Rain in Surendranagar: Lakhtar & Limbdi Receive 3.5 Inches, Vansal Dam Overflows

લીંબડીમાં પણ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ

લીંબડીમાં પણ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભોગાવો નદીનો કોઝવે બે કાંઠે વહેતો થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. લીંબડી એસટી બસ સ્ટેન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ડેપો રોડ અને સિદ્ધનાથ સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. તંત્ર દ્વારા નાગરિકોને જોખમી માર્ગો તથા નદી-નાળા પર અવરજવર ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક અને એલર્ટ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલા નાયકા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. આથી ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થાય તે પહેલાં જ સાવચેતીના ભાગરૂપે પાણી છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને શેખપર, ગોદાવરી અને કુકડા જેવા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ વિસ્તારોના રહીશોને સલામત સ્થળે ખસી જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાના કારણોસર ભોગાવો નદીના પટમાં લોકોની અવરજવર પર પૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.



આ પણ વાંચો :   Gujarat Latest News Live : સવારે 6 થી 8 વાગ્યા સુધી 135 તાલુકા જળમગ્ન, ચુડામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0