Monsoon 2026 : મેઘરાજાની સેકન્ડ ઇનિંગ, લાંબા વિરામ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ, ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ

Jul 15, 2026 - 10:00
Monsoon 2026 : મેઘરાજાની સેકન્ડ ઇનિંગ, લાંબા વિરામ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ, ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ધમાકેદાર વાપસી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આજે સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે અને વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Gujarat Rain Update: Monsoon Returns in Saurashtra and North Gujarat

જૂનાગઢ અને જામજોધપુરમાં મેઘમહેર

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મેઘરાજાની જૂનાગઢ જિલ્લા પર કૃપા વરસી છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના આ આગમનથી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ જામજોધપુર પંથકના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેને પગલે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢના ધરતીપુત્રો વરસાદ પડતાં જ હરખાયા છે અને પાકને નવું જીવન મળતાં આનંદની લાગણી પ્રસરી છે.

Gujarat Rain Update: Monsoon Returns in Saurashtra and North Gujarat
 અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર

બીજી તરફ, ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર જોવા મળી છે. યાત્રાધામ શામળાજી અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમો વરસાદ શરૂ થયો છે. જો કે, અહીં હજુ સુધી પૂરતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ખેતરોમાં અગાઉ કરેલી વાવણીના પાક પર સુકાઈ જવાનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેથી ધરતીપુત્રો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને મેઘરાજાના મુશળધાર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 


આ પણ વાંચો  :  Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0