Monsoon 2026 : ભરૂચના હાંસોટમાં પોલીસનું દિલધડક રેસ્ક્યૂ, કીમ નદીના ધસમસતા પૂરમાંથી યુવકનો આબાદ બચાવ'

Aug 2, 2026 - 19:30
Monsoon 2026 : ભરૂચના હાંસોટમાં પોલીસનું દિલધડક રેસ્ક્યૂ, કીમ નદીના ધસમસતા પૂરમાંથી યુવકનો આબાદ બચાવ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના હાંસોટ વિસ્તારમાંથી પોલીસ જવાનોની બહાદુરી અને સતર્કતાનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. કીમ નદીના ધસમસતા અને ભયાનક પ્રવાહમાં એક યુવાન તણાઈ જતાં સ્થાનિક પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોમાસાના કારણે નદી બે કાંઠે વહી રહી હોવા છતાં, યુવાને જોખમી રીતે નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે તે પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ જતાં આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

હાઇવા ટ્રક લઈ પોલીસ જવાનો પહોંચ્યા વચ્ચે

ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને જોખમી હતો કે સામાન્ય રીતે નદીમાં ઉતરવું મુશ્કેલ હતું, આથી પોલીસે સમયસૂચકતા વાપરીને એક ભારે હાઇવા ટ્રકની મદદ લીધી હતી. પોલીસ જવાનો આ હાઇવા ટ્રકમાં બેસીને ધસમસતા પ્રવાહની વચ્ચે સુધી પહોંચ્યા હતા અને યુવાન સુધી પહોંચવાનો માર્ગ બનાવ્યો હતો.

પોલીસની હિંમતથી યુવાનનો ઉગર્યો જીવ

પોલીસ જવાનોએ પોતાની જાનના જોખમે ભારે હિંમત અને સુઝબુઝ દર્શાવીને પાણીમાં તણાઈ રહેલા યુવાનને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો હતો. ખરા સમયે હાથ ધરાયેલા આ દિલધડક રેસ્ક્યૂના કારણે યુવાનનો નવજીવન મળ્યું હતું અને તેનો જીવ બચી ગયો હતો. પોલીસની આ ઉત્કૃષ્ટ અને હિંમતભરી કામગીરીની આસપાસના ગ્રામજનો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rajkot News : ધોરાજીનો ભાદર-2 ડેમ સીઝનમાં બીજી વાર છલકાયો, 1000 ક્યુસેક પાણી છોડાયું...


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0