Monsoon 2024: ગિરનારમાં 8, જૂનાગઢ અને વિસાવદરમાં 5 ઈંચ તોફાની વરસાદ

આજે જૂનાગઢ શહેર અને ગિરનાર ઉપર બપોર પછી આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું હતું અને સાંજના 6 વાગ્યા પછી માત્ર બે જ કલાકમાં તોફાની બેટિંગ શરુ કરી દેતા ગિરનાર ઉપર દોઢ કલાકમાં આઠ ઈંચ અને જૂનાગઢ શહેરમાં અને વિસાવદરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસાવી દેતા શહેરના રાજમાર્ગો જળબંબાકાર બન્યા હતા. વંથલી, ભેંસાણ, મેંદરડામાં બે ઇંચ વરસ્યો હતો.સાંજના દોઢ કલાકની અંદર એકધારો આંઠ ઇંચ વરસાદ વરસ્યો શુક્રવારે ગિરનાર ઉપર બપોરે બે કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યા પછી આજે રવિવારે ગિરનાર પહાડ ઉપર ફરીથી વરસાદી માહોલ જામ્યો હતો, અને સાંજના દોઢ કલાકની અંદર એકધારો આંઠ ઇંચ વરસાદ વરસી જતા ફરીથી ભવનાથ ક્ષેત્રમાં શુક્રવાર જેવી જ સ્થિતિ જોવા મળી હતી. સુપડાધારે વરસાદ આવી પડતા ફરીથી દામોદર કુંડમાં ઘોડાપુર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને મંદિરના પુલની કમાન ઉપરથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. ભવનાથ ક્ષેત્રના ગિરનાર દરવાજા સુધીના તમામ માર્ગો જળબંબાકાર બની ગયા હતા, અને કલેકટરે ભારે વરસાદને પગલે લોકોને બિન જરૂરી ભવનાથ અને દામોદર કુંડ તરફ અવર જવર ના કરવી અપીલ કરી હતી, અને વાહન વ્યવહાર બંધ કરીને સોનાપુરી પાસેથી અને દામોદર કુંડ સહિતના સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તળેટી વિસ્તાર ફરીથી જળબંબાકાર બન્યું હતું, રવિવારની મજા માણવા આવેલા અસંખ્ય શહેરીજનો અને પ્રવાસીઓ તળેટીમાં વરસાદમાં અટકાવી ગયા હતા. વિજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર સાથે જૂનાગઢ શહેર અને વિસાવદરમાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી જતા રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ઝાંઝરડા રોડ અને જોષીપરા ગરનાળું પાણીમાં ગરકાવ થતા રાતે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ થયો હતો, તો વિસાવદરમાં પાંચ ઇંચ વરસાદથી અહીનો ઝાંઝેશ્રી ડેમ ઓવરફલો થયો હતો. દામોદરકુંડ, સોનાપુરી પાસે પોલીસ બંદોબસ્ત મુકાયો જૂનાગઢ : ગિરનાર ઉપર આંઠ ઇંચ વરસાદથી દામોદર કુંડ ફરીથી ઓવરફલો થયા હતા, જેના પરિણામે અહીના માર્ગો જળબંબાકાર બન્યા હતા, તેમજ એક તરફ રવિવારના કારણે ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ગયેલા તેઓ વરસાદમાં અટવાયા હતા, જેથી અન્ય કોઈ ઘટના ના બને તે માટે દામોદર કુંડ અને સોનાપુરી પાસે વાહન વ્યવહાર અટકાવી દીધો અને પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. ભારે વરસાદથી માંગનાથ બજારની દુકાનોમાં પાણી ઘુસ્યા જૂનાગઢ : શહેરમાં માત્ર બે કલાકમાં પડેલા પાંચ ઇંચ વરસાદથી માંગનાથ બજારની અસંખ્ય દુકાનોમાં મોડી રાતે ફરીથી પાણી ભરાવાનું શરુ થયું હતું, અહીના રવિ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી હતી, અહી વેપારીઓ કહ્યું કે, મનપા દ્વારા દુકાનોના ઓટલા તોડી નાખતા હાલ વરસાદનું પાણી દુકાનોમાં ઘુસી રહ્યું છે. અહી કેડ સમાન પાણી બજારમાં જોવા મળ્યા હતા. હાલ પાણી નિકાલ માટે મનપાની ટીમ આવી પહોંચી હતી. ભારતી આશ્રમ પાસે કારને કાઢવા ગયેલું જેસીબી ફસાયું જૂનાગઢમાં આજે ફરીથી તળેટીમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, અહીં આજે પણ ભારતી આશ્રમ પાસે પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં તણાવા લાગ્યા હતા, એક કાર પાણીમાં ખાડામાં ફસાઈ જતા તેને કાઢવા માટે જેસીબી બોલાવ્યું હતું, અને તે પણ ઊંડા ખાડામાં ફસાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને તળેટીમાં રેસ્ક્યુ માટે તંત્ર દ્વારા એસડીઆરએફ અને ફાયરની ટીમને તૈનાત કરવામાં આવી છે. વંથલી, માંગરોળ, કેશોદ ઘેડના ગામોને એલર્ટ કરાયા : કલેકટર જૂનાગઢ : જૂનાગઢમાં ભારે વરસાદને પગલે આજેપણ પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા અને મ્યુ.કમિશ્નર ડો.ઓમ પ્રકાશ મોડી રાતે કાળવાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, કલેકટરે કહ્યું કે, ગિરનાર ઉપર ભારે વરસાદથી કાળવો, સોનરખ અને લોલ નદીમાં પુર આવ્યું હતું, જેથી આગળ જતા વંથલી, કેશોદ, માંગરોળના ઘેડ વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, અને વિજાપુર પાસે એક રેસ્ક્યુ માટે એસડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે. રામલખન એપાર્ટમેન્ટ પાસેની દીવાલ ધરાશાયી કાળવાના ધસમસતા પાણીના પ્રવાહે અહીંના આલ્ફા સ્કુલ પાસેના વિસ્તારમાં જળબંબાકાર સર્જી દીધો હતો, ત્યારે પાણી લોકોના ઘરમાં ઘૂસે તે પહેલા અહીંના રામલખન એપાર્ટમેન્ટ, ડ્રીમલેન્ડ સોસાયટી પાસે આવેલી એક દીવાલ ધરાશાયી થવાથી તે પાણી સીધું કાળવામાં ભળી ગયું હતું અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Monsoon 2024: ગિરનારમાં 8, જૂનાગઢ અને વિસાવદરમાં 5 ઈંચ તોફાની વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે જૂનાગઢ શહેર અને ગિરનાર ઉપર બપોર પછી આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું હતું અને સાંજના 6 વાગ્યા પછી માત્ર બે જ કલાકમાં તોફાની બેટિંગ શરુ કરી દેતા ગિરનાર ઉપર દોઢ કલાકમાં આઠ ઈંચ અને જૂનાગઢ શહેરમાં અને વિસાવદરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસાવી દેતા શહેરના રાજમાર્ગો જળબંબાકાર બન્યા હતા. વંથલી, ભેંસાણ, મેંદરડામાં બે ઇંચ વરસ્યો હતો.

સાંજના દોઢ કલાકની અંદર એકધારો આંઠ ઇંચ વરસાદ વરસ્યો

શુક્રવારે ગિરનાર ઉપર બપોરે બે કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યા પછી આજે રવિવારે ગિરનાર પહાડ ઉપર ફરીથી વરસાદી માહોલ જામ્યો હતો, અને સાંજના દોઢ કલાકની અંદર એકધારો આંઠ ઇંચ વરસાદ વરસી જતા ફરીથી ભવનાથ ક્ષેત્રમાં શુક્રવાર જેવી જ સ્થિતિ જોવા મળી હતી. સુપડાધારે વરસાદ આવી પડતા ફરીથી દામોદર કુંડમાં ઘોડાપુર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને મંદિરના પુલની કમાન ઉપરથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો.

ભવનાથ ક્ષેત્રના ગિરનાર દરવાજા સુધીના તમામ માર્ગો જળબંબાકાર બની ગયા હતા, અને કલેકટરે ભારે વરસાદને પગલે લોકોને બિન જરૂરી ભવનાથ અને દામોદર કુંડ તરફ અવર જવર ના કરવી અપીલ કરી હતી, અને વાહન વ્યવહાર બંધ કરીને સોનાપુરી પાસેથી અને દામોદર કુંડ સહિતના સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તળેટી વિસ્તાર ફરીથી જળબંબાકાર બન્યું હતું, રવિવારની મજા માણવા આવેલા અસંખ્ય શહેરીજનો અને પ્રવાસીઓ તળેટીમાં વરસાદમાં અટકાવી ગયા હતા.


વિજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર

સાથે જૂનાગઢ શહેર અને વિસાવદરમાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી જતા રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ઝાંઝરડા રોડ અને જોષીપરા ગરનાળું પાણીમાં ગરકાવ થતા રાતે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ થયો હતો, તો વિસાવદરમાં પાંચ ઇંચ વરસાદથી અહીનો ઝાંઝેશ્રી ડેમ ઓવરફલો થયો હતો.

દામોદરકુંડ, સોનાપુરી પાસે પોલીસ બંદોબસ્ત મુકાયો

જૂનાગઢ : ગિરનાર ઉપર આંઠ ઇંચ વરસાદથી દામોદર કુંડ ફરીથી ઓવરફલો થયા હતા, જેના પરિણામે અહીના માર્ગો જળબંબાકાર બન્યા હતા, તેમજ એક તરફ રવિવારના કારણે ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ગયેલા તેઓ વરસાદમાં અટવાયા હતા, જેથી અન્ય કોઈ ઘટના ના બને તે માટે દામોદર કુંડ અને સોનાપુરી પાસે વાહન વ્યવહાર અટકાવી દીધો અને પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો.

ભારે વરસાદથી માંગનાથ બજારની દુકાનોમાં પાણી ઘુસ્યા

જૂનાગઢ : શહેરમાં માત્ર બે કલાકમાં પડેલા પાંચ ઇંચ વરસાદથી માંગનાથ બજારની અસંખ્ય દુકાનોમાં મોડી રાતે ફરીથી પાણી ભરાવાનું શરુ થયું હતું, અહીના રવિ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી હતી, અહી વેપારીઓ કહ્યું કે, મનપા દ્વારા દુકાનોના ઓટલા તોડી નાખતા હાલ વરસાદનું પાણી દુકાનોમાં ઘુસી રહ્યું છે. અહી કેડ સમાન પાણી બજારમાં જોવા મળ્યા હતા. હાલ પાણી નિકાલ માટે મનપાની ટીમ આવી પહોંચી હતી.


ભારતી આશ્રમ પાસે કારને કાઢવા ગયેલું જેસીબી ફસાયું

જૂનાગઢમાં આજે ફરીથી તળેટીમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, અહીં આજે પણ ભારતી આશ્રમ પાસે પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં તણાવા લાગ્યા હતા, એક કાર પાણીમાં ખાડામાં ફસાઈ જતા તેને કાઢવા માટે જેસીબી બોલાવ્યું હતું, અને તે પણ ઊંડા ખાડામાં ફસાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને તળેટીમાં રેસ્ક્યુ માટે તંત્ર દ્વારા એસડીઆરએફ અને ફાયરની ટીમને તૈનાત કરવામાં આવી છે.

વંથલી, માંગરોળ, કેશોદ ઘેડના ગામોને એલર્ટ કરાયા : કલેકટર

જૂનાગઢ : જૂનાગઢમાં ભારે વરસાદને પગલે આજેપણ પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા અને મ્યુ.કમિશ્નર ડો.ઓમ પ્રકાશ મોડી રાતે કાળવાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, કલેકટરે કહ્યું કે, ગિરનાર ઉપર ભારે વરસાદથી કાળવો, સોનરખ અને લોલ નદીમાં પુર આવ્યું હતું, જેથી આગળ જતા વંથલી, કેશોદ, માંગરોળના ઘેડ વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, અને વિજાપુર પાસે એક રેસ્ક્યુ માટે એસડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે.

રામલખન એપાર્ટમેન્ટ પાસેની દીવાલ ધરાશાયી

કાળવાના ધસમસતા પાણીના પ્રવાહે અહીંના આલ્ફા સ્કુલ પાસેના વિસ્તારમાં જળબંબાકાર સર્જી દીધો હતો, ત્યારે પાણી લોકોના ઘરમાં ઘૂસે તે પહેલા અહીંના રામલખન એપાર્ટમેન્ટ, ડ્રીમલેન્ડ સોસાયટી પાસે આવેલી એક દીવાલ ધરાશાયી થવાથી તે પાણી સીધું કાળવામાં ભળી ગયું હતું અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.