Modasa: ભિલોડાના પી.સી. બરંડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકારના મંત્રી મંડળમાં અરવલ્લી જિલ્લાનું સ્થાન યથાવત રહ્યુ છે. અગાઉ મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર રાજ્યકક્ષાના મંત્રી હતા. આ વખતે ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પગલે અરવલ્લી જિલ્લાવાસીઓમાં આનંદ છવાયો છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં હાર થયા બાદ પણ 2022માં ભાજપે પી.સી.બરંડાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે આદિવાસી મતદારોને રીઝવવા 2027ની ચૂંટણી પહેલાં પી.સી.બરંડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવી માસ્ટર સ્ટ્રોક માર્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં છોટા ઉદેપુરમાં એસ.પીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ભિલોડા ધરાસભ્ય પી.સી.બરંડાને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
પૂર્વ આઈપીએસ અને બે વખત ભિલોડા બેઠક પર ચૂંટણી લડનાર પી.સી.બરંડા 2017માં હાર્યા હતા. તેમ છતાંય 2022માં પક્ષે તેમના ઉપર પસંદગી ઉતારી હતી અને પી.સી.બરંડાએ જીત મેળવી હતી. દરમ્યાન મંત્રી મંડળ બદલાતાં ભિલોડા ધારાસભ્યને દિવાળી પહેલાં લોટરી લાગી હતી અને રાજયકક્ષાના મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાનો મંત્રી મંડળમાં સમાવેશ યથાવત રખાતાં જિલ્લાવાસીઓમાં આનંદ છવાયો છે. અગાઉ મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમારને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમને હટાવી અરવલ્લીમાં ભિલોડા બેઠકના ધારાસભ્યને મંત્રીપદ આપવામાં આવ્યુ છે.ભિલોડા ધારાસભ્યને મંત્રી બનાવાતાં જિલ્લામાં આનંદ છવાયો છે. ભિલોડા પંથકમાં ભાજપના કાર્યકરોએ આતશબાજી કરી ઉજવણી કરી હતી અને દિવાળીના ત્રણ દિવસ પહેલાં જ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
What's Your Reaction?






