Mehsanaના ખેરાલુમાં અંબાજી જતા પદયાત્રીઓને નાસ્તાના કેમ્પ પર અંગદાનને લઈ સમજ અપાઈ
માં અંબાનો પ્રાગટય દિવસ એટલે ભાદરવી પૂનમ, અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણેખૂણેથી પગપાળા ભક્તો માં અંબાના પાવનકારી દર્શન માટે જતા હોય છે. આ પદયાત્રામાં લોકોમાં અંગદાન મહાદનની જાગૃતિ વધે તે માટે ખેરાલુમાં સેવા સાથે અનોખા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં પદયાત્રીઓને અંગદાનને લઈ સમજ આપવામાં આવી રહી છે. શ્રધ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે મહેસાણાથી અંબાજી તરફ લાખો શ્રધ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે ત્યારે પદયાત્રીઓમાં અંગદાન એ મહાદાનની જાગૃતિ આવે તે માટે ખેરાલુના સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવા સાથે લોકોમાં જાગૃતિ માટે પ્રયાસ સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો માનવામાં આવે છે ગુજરાત ના ખૂણેખૂણેથી લાખો શ્રધ્ધાળુઓ આ મેળામાં પગોળા અંબાજી જવાની પણ અનેરી માન્યતા છે ત્યારે ખેરાલુ પાસે લોકોમાં અંગદાન જાગૃતિ માટે સેવા કેમ્પ થકી અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. અંગદાન એજ મહાદાન ખેરાલુ પાસે આ સેવા કેમ્પનું અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દિલીપ દેશમુખ એ કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અંગ દાન મહાદનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે અંગદાન નહિ મળતાં દેશમાં રોજના 20 લોકો જીવ ગુમાવે છે, એક વ્યક્તિના અંગદાનથી, એક પરિવારને નવજીવન મળે છે. અંબાજીના આ મેળા સાથે લોકોમાં અંગદાન માટે જાગૃતી આવે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. જાણો અંગદાન એટલે શુંજો તેના નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ, કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે. સામાન્ય રીતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા દર્દી વધારે બ્રેઇન ડેડ થતાં હોય છે. ઉલ્લેખનીય છે કે આવા દર્દીના અવયવો ગંભીર બીમારીમાં હોય એવા દર્દીના ઉપયોગમાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માં અંબાનો પ્રાગટય દિવસ એટલે ભાદરવી પૂનમ, અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણેખૂણેથી પગપાળા ભક્તો માં અંબાના પાવનકારી દર્શન માટે જતા હોય છે. આ પદયાત્રામાં લોકોમાં અંગદાન મહાદનની જાગૃતિ વધે તે માટે ખેરાલુમાં સેવા સાથે અનોખા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં પદયાત્રીઓને અંગદાનને લઈ સમજ આપવામાં આવી રહી છે.
શ્રધ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે
મહેસાણાથી અંબાજી તરફ લાખો શ્રધ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે ત્યારે પદયાત્રીઓમાં અંગદાન એ મહાદાનની જાગૃતિ આવે તે માટે ખેરાલુના સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવા સાથે લોકોમાં જાગૃતિ માટે પ્રયાસ સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો માનવામાં આવે છે ગુજરાત ના ખૂણેખૂણેથી લાખો શ્રધ્ધાળુઓ આ મેળામાં પગોળા અંબાજી જવાની પણ અનેરી માન્યતા છે ત્યારે ખેરાલુ પાસે લોકોમાં અંગદાન જાગૃતિ માટે સેવા કેમ્પ થકી અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.
અંગદાન એજ મહાદાન
ખેરાલુ પાસે આ સેવા કેમ્પનું અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દિલીપ દેશમુખ એ કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અંગ દાન મહાદનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે અંગદાન નહિ મળતાં દેશમાં રોજના 20 લોકો જીવ ગુમાવે છે, એક વ્યક્તિના અંગદાનથી, એક પરિવારને નવજીવન મળે છે. અંબાજીના આ મેળા સાથે લોકોમાં અંગદાન માટે જાગૃતી આવે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
જાણો અંગદાન એટલે શું
જો તેના નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ, કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે. સામાન્ય રીતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા દર્દી વધારે બ્રેઇન ડેડ થતાં હોય છે. ઉલ્લેખનીય છે કે આવા દર્દીના અવયવો ગંભીર બીમારીમાં હોય એવા દર્દીના ઉપયોગમાં આવે છે.