Mehsana Rain News : મહેસાણાના ઊંઝા પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Oct 25, 2025 - 09:00
Mehsana Rain News : મહેસાણાના ઊંઝા પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના ઐઠોર ચોકડી સહિત વિસ્તારમાં ભરાયા પાણી અને પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે, મહેસાણા- ઊંઝા હાઈવે પર કમોસમી વરસાદ ખાબકયો છે, મહેસાણા અને પાલનપુરમાં કમોસમી વરસાદના કારણે સ્થાનિકો પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે, એક તરફ વહેલી સવારે ગુલાબી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ.

ઊંઝા અને આસપાસમાં પવન સાથે વરસાદ

ઊંઝામાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે અને ઊંઝા અને આસપાસના ગ્રામ્યમાં માવઠું પડયું છે. ખેડૂતોનું કહેવું છે કે, તૈયાર થયેલ પાક પર પાણી ફરી વળ્યું છે અને મહામુસીબતે પાક તૈયાર થયો ત્યારે વરસાદ વરસવાની સાથે પાક પણ નષ્ટ થયો છે, તો નીચાણવાળા વિસ્તારમાં સામન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોએ પાલિકા સામે પણ રોષ વ્યકત કર્યો છે.

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0