Mehsana News: શોભાસણ નજીક કાળજુ કંપાવનારી ઘટના, રેલવે ટ્રેક ક્રોસ કરતા 3 બાળકોના મોત

Jun 4, 2026 - 00:00
Mehsana News: શોભાસણ નજીક કાળજુ કંપાવનારી ઘટના, રેલવે ટ્રેક ક્રોસ કરતા 3 બાળકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના શોભાસણ ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે.સાંજના સમયે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા ત્રણ માસૂમ કિશોરો માલગાડીની અડફેટે આવી જતાં ત્રણેયના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

માલગાડીએ ત્રણેય મિત્રોને અડફેટે લીધા

મળતી વિગતો મુજબ, આ કાળમુખી ઘટના આજે સાંજે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી.મૃતક ત્રણેય બાળકો શોભાસણ ગામના જ ઠાકોર વાસના રહેવાસી હતા અને અભ્યાસ કરતા હતા.રેલવે ટ્રેક ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડીએ ત્રણેય મિત્રોને પોતાની અડફેટે લીધા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કિશોરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

શોભાસણ ગામમાં માતમ છવાઈ ગયો

એકસાથે ગામના ત્રણ આશાસ્પદ દીકરાઓના મોતથી શોભાસણ ગામમાં માતમ છવાઈ ગયો છે અને પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે ત્રણેય કિશોરોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarat શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, જ્ઞાન સહાયક યોજનામાં વયમર્યાદા વધારી 48 વર્ષ કરવામાં આવી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0