Mehsana News: ખેરાલુના લિમડી ગામે ખેતરમાં ચાલતા જુગારધામ પર SMCનો દરોડો

Sep 11, 2026 - 20:00
Mehsana News: ખેરાલુના લિમડી ગામે ખેતરમાં ચાલતા જુગારધામ પર SMCનો દરોડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરીને હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. SMCની ટીમે ખેરાલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લિમડી ગામની સીમમાં એક ખેતરમાં ચાલતા પત્તા-પાનાના જુગારધામ પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસ દરોડાને પગલે ખેતરમાં જુગાર રમી રહેલા અસામાજિક તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

8 વાહનો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે 

SMCની ટીમે સ્થળ પરથી જુગારીઓ પાસે રહેલી રોકડ રકમ રૂપિયા 1,26,060, 15 નંગ મોબાઈલ ફોન, 08 જેટલા વાહનો અને જુગારનું સાહિત્ય મળીને કુલ રૂપિયા 24,63,060નો માતબર મુદ્દામાલ કબ્જે કર્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રાજ્ય કક્ષાની એજન્સી દ્વારા પાડવામાં આવેલા આ દરોડાથી સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થયા છે.

32 આરોપીઓ સામે ગુનો દાખલ

આ સમગ્ર મામલે SMC દ્વારા કુલ 32 આરોપીઓ વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી 18 જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે જુગારધામ ચલાવનાર મુખ્ય સૂત્રધાર લીલાજી રઘાજી ઠાકોર સહિત કુલ 13 આરોપીઓ અંધારા અને ખેતરના વિસ્તારનો લાભ ઉઠાવીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0