Mehsana News: પ્રેમલગ્ન બાદ યુવતીના અપહરણનો મામલો: 8 લોકો સામે ગુનો નોંધાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અનુસૂચિત જાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીનું તેના જ પરિવારજનો દ્વારા બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ બનાવ અંગે યુવકની માતાએ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડોક્ટર દંપતીએ પ્રેમ લગ્ન કર્યા હતા
મળતી માહિતી મુજબ, અનુસૂચિત જાતિના યુવક ડો. સ્મિત અને પાલનપુરની ડો. ચાંદની પટેલે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, યુવક અનુસૂચિત જાતિનો હોવાથી યુવતીના પરિવારજનોને આ લગ્ન મંજૂર નહોતા.
પરિવારજનો યુવતીને ઉપાડી ગયા
માતાએ આરોપ લગાવ્યો હતો કે ગઈકાલે યુવતીના પરિવારજનોએ મહેસાણા આવી બળજબરીપૂર્વક યુવતીને ઉપાડી ગયા હતા. આ સમગ્ર ઘટના સંદર્ભે યુવક ડો. સ્મિતની માતા ઉષાબેન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીને છોડાવવાના પ્રયાસો દરમિયાન થયેલી ઝપાઝપીમાં યુવકની માતાની સોનાની ચેઇન પણ પડી ગઈ હતી. આ ઉપરાંત સામા પક્ષના લોકોએ જાતિ વિષયક અપશબ્દો બોલીને પરિવારોને અપમાનિત કર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.પોલીસે 8 લોકો સામે ગુનો નોંધ્યો
પોલીસે આ મામલે જીતેન્દ્રભાઈ પટેલ, નીતાબેન પટેલ, અને નરેશભાઈ પટેલ સહિત અન્ય 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કારવાઈ હાથ ધરી છે.
આ પણ વાંચો : Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

