Mehsana સિવિલમાં ઘૂસીને ખાનગી હોસ્પિટલોનું એજન્ટો દ્વારા માર્કેટિંગ ! બાઉન્સર મુકવામાં આવ્યા
ખ્યાતિ હોસ્પિટલનો એક કિસ્સો હજુ શાંત થયો નથી, ત્યારે બીજી પ્રાઈવેટ હોસ્પિટલો પણ PMJAYના દર્દીઓને પોતાની હોસ્પિટલોમાં લઈ જવા માટે એજન્ટો રોકી રહ્યા છે, આવા પ્રાઈવેટ એજન્ટો સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને ભોળવીને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જતા હોવાનો મહેસાણામાંથી આ કિસ્સો સામે આવ્યો છે.એજન્ટને પકડવા માટે સિવિલ તંત્રએ બે બાઉન્સરો મૂક્યા ગત ગુરૂવારથી મહેસાણા સિવિલમાં બે બાઉન્સર રાખવામાં આવે છે, જેમની કામગીરીને ઓબ્ઝર્વેશન કરીને 1 ડીસેમ્બરથી તેમને કાયમી ધોરણે રાખવામાં આવશે અને આગામી સમયમાં જરૂર જણાય તો 10થી પણ વધુ બાઉન્સર પણ ગોઠવવામાં આવશે. મહેસાણા સિવિલ તંત્ર એજન્ટોને પકડવા માટે હાલ એકશનમાં આવ્યું છે. મહેસાણા સિવિલમાં સારવાર માટે આવતા આયુષ્માન કાર્ડના દર્દીઓને સારવાર કરી એક રૂપિયો પણ ખર્ચો નહીં પડે એ સહિતની વિવિધ લાલચો આપીને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા હોવાની મહેસાણા સિવિલ તંત્રને માહિતી મળી હતી, જેથી આવા એજન્ટને પકડવા માટે સિવિલ તંત્રએ બે બાઉન્સરો મૂક્યા છે. એજન્ટો દર્દીઓને સમજાવીને લઈ જતા હોવાની માહિતી મળી આ અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે બહારના માણસો આવીને દર્દીઓને સમજાવીને લઈ જતા હોવાની માહિતી મળી હતી. આથી દર્દીઓને કોઈ હેરાનગતિ ન થાય તેમ જ કેમ્પસમાં સુરક્ષિત રહે તે માટે બાઉન્સર મુકાયા છે અને સિક્યુરિટી કરતા બાઉન્સરનો ખર્ચ ઓછો આવે છે, સિવિલ હોસ્પિટલમાં અગાઉ આવો એક એજન્ટ ઝડપાયો હતો, એ માટે સિવિલમાં પોતાના એજન્ટો મૂકીને દર્દીઓને લઈ જતા હોવાની ફરિયાદ મળી હતી. એજન્ટે સિવિલ હોસ્પિટલમાં આવીને દર્દીને લાલચ આપતા હતા કે તમને ઘરેથી લઈ જઈશું અને સારી સારવાર થશે, એક પણ રૂપિયો ખર્ચ નહીં થાય આવા એજન્ટો મહેસાણા સિવિલમાં અગાઉ ઓપરેશનમાં આવેલા દર્દીને ભોળવીને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયો હતો તેવી ઘટનાનો સામે આવી આવતા જ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલના કર્મી પાસેથી માફી પત્ર પણ લખાવાયો જોકે એજન્ટ પાસેથી માફીનામું લખાવ્યું હતું, બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં કર્મચારીઓ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે મહેસાણા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ બોર્ડ મારતા હતા. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં મહેસાણા સિવિલ સર્જન દ્વારા ખાનગી હોસ્પિટલના કર્મી પાસેથી માફી પત્ર પણ લખાવાયો હતો. હાલ તો સિવિલમાં બે બાઉન્સર મુકવામાં આવ્યા છે અને હાલમાં કોઈ એવી ગતિવિધિ દેખાઈ રહી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિ હોસ્પિટલનો એક કિસ્સો હજુ શાંત થયો નથી, ત્યારે બીજી પ્રાઈવેટ હોસ્પિટલો પણ PMJAYના દર્દીઓને પોતાની હોસ્પિટલોમાં લઈ જવા માટે એજન્ટો રોકી રહ્યા છે, આવા પ્રાઈવેટ એજન્ટો સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને ભોળવીને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જતા હોવાનો મહેસાણામાંથી આ કિસ્સો સામે આવ્યો છે.
એજન્ટને પકડવા માટે સિવિલ તંત્રએ બે બાઉન્સરો મૂક્યા
ગત ગુરૂવારથી મહેસાણા સિવિલમાં બે બાઉન્સર રાખવામાં આવે છે, જેમની કામગીરીને ઓબ્ઝર્વેશન કરીને 1 ડીસેમ્બરથી તેમને કાયમી ધોરણે રાખવામાં આવશે અને આગામી સમયમાં જરૂર જણાય તો 10થી પણ વધુ બાઉન્સર પણ ગોઠવવામાં આવશે. મહેસાણા સિવિલ તંત્ર એજન્ટોને પકડવા માટે હાલ એકશનમાં આવ્યું છે. મહેસાણા સિવિલમાં સારવાર માટે આવતા આયુષ્માન કાર્ડના દર્દીઓને સારવાર કરી એક રૂપિયો પણ ખર્ચો નહીં પડે એ સહિતની વિવિધ લાલચો આપીને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા હોવાની મહેસાણા સિવિલ તંત્રને માહિતી મળી હતી, જેથી આવા એજન્ટને પકડવા માટે સિવિલ તંત્રએ બે બાઉન્સરો મૂક્યા છે.
એજન્ટો દર્દીઓને સમજાવીને લઈ જતા હોવાની માહિતી મળી
આ અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે બહારના માણસો આવીને દર્દીઓને સમજાવીને લઈ જતા હોવાની માહિતી મળી હતી. આથી દર્દીઓને કોઈ હેરાનગતિ ન થાય તેમ જ કેમ્પસમાં સુરક્ષિત રહે તે માટે બાઉન્સર મુકાયા છે અને સિક્યુરિટી કરતા બાઉન્સરનો ખર્ચ ઓછો આવે છે, સિવિલ હોસ્પિટલમાં અગાઉ આવો એક એજન્ટ ઝડપાયો હતો, એ માટે સિવિલમાં પોતાના એજન્ટો મૂકીને દર્દીઓને લઈ જતા હોવાની ફરિયાદ મળી હતી. એજન્ટે સિવિલ હોસ્પિટલમાં આવીને દર્દીને લાલચ આપતા હતા કે તમને ઘરેથી લઈ જઈશું અને સારી સારવાર થશે, એક પણ રૂપિયો ખર્ચ નહીં થાય આવા એજન્ટો મહેસાણા સિવિલમાં અગાઉ ઓપરેશનમાં આવેલા દર્દીને ભોળવીને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયો હતો તેવી ઘટનાનો સામે આવી આવતા જ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક હરકતમાં આવ્યું છે.
ખાનગી હોસ્પિટલના કર્મી પાસેથી માફી પત્ર પણ લખાવાયો
જોકે એજન્ટ પાસેથી માફીનામું લખાવ્યું હતું, બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં કર્મચારીઓ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે મહેસાણા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ બોર્ડ મારતા હતા. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં મહેસાણા સિવિલ સર્જન દ્વારા ખાનગી હોસ્પિટલના કર્મી પાસેથી માફી પત્ર પણ લખાવાયો હતો. હાલ તો સિવિલમાં બે બાઉન્સર મુકવામાં આવ્યા છે અને હાલમાં કોઈ એવી ગતિવિધિ દેખાઈ રહી નથી.