Mehsana : દિયોદરના ઘૂણસોલના શખ્સને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદની સજા

દિયોદરના ઘૂણસોલ ગામના શખ્સે મહેસાણા સ્થિત ખાનગી બેન્કમાંથી ફેસિલિટી લોન લીધી હતી.આ લોનના બાકી હપ્તા પેટે આપેલો ચેક બેન્કમાંથી પરત ફરતા આરોપી સામે બેન્કે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ગુનેગાર ઘોષિત કરી એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. દિયોદરના ઘૂણસોલ ગામના જેઠુસિંહ સવાજી વાઘેલાને વર્ષ 2015મા આકસ્મિક નાણાની જરૂર ઉભી થતા મહેસાણાની એચ.ડી.એફ્.સી.બેન્ક શાખાનો સંપર્ક કર્યો હતો અને ફેસિલિટી ધિરાણ મેળવ્યુ હતુ.આ ધિરાણના હપ્તા નિયમિત નહી ભરાતા બેન્કે ઉઘરાણી કરી હતી.જેમાં લોન ધારકે ચેક આપ્યો હતો.ઉપરોક્ત ચેક બેન્કે લોન ધારકના ખાતામા જમા કરાવતા તે પરત ર્ફ્યો હતો.આ અંગે આરોપી સામે બેન્ક તરફ્થી મેનેજર હાર્દિક સુનિલભાઇ ઠાકરે વકીલ જે.પી.ત્રિવેદી મારફ્ત મહેસાણા કોર્ટમા ફરિયાદ નોંધાવી હતી.સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલની દલીલો આધારે અગિયારમા એડિશનલ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ પી.એન.પુરાણીએ આ કેસના આરોપી જેઠુસિંહ સવાજી વાઘેલાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી અપવા હુકમ કર્યો હતો.

Mehsana : દિયોદરના ઘૂણસોલના શખ્સને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિયોદરના ઘૂણસોલ ગામના શખ્સે મહેસાણા સ્થિત ખાનગી બેન્કમાંથી ફેસિલિટી લોન લીધી હતી.આ લોનના બાકી હપ્તા પેટે આપેલો ચેક બેન્કમાંથી પરત ફરતા આરોપી સામે બેન્કે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.

સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ગુનેગાર ઘોષિત કરી એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. દિયોદરના ઘૂણસોલ ગામના જેઠુસિંહ સવાજી વાઘેલાને વર્ષ 2015મા આકસ્મિક નાણાની જરૂર ઉભી થતા મહેસાણાની એચ.ડી.એફ્.સી.બેન્ક શાખાનો સંપર્ક કર્યો હતો અને ફેસિલિટી ધિરાણ મેળવ્યુ હતુ.આ ધિરાણના હપ્તા નિયમિત નહી ભરાતા બેન્કે ઉઘરાણી કરી હતી.જેમાં લોન ધારકે ચેક આપ્યો હતો.ઉપરોક્ત ચેક બેન્કે લોન ધારકના ખાતામા જમા કરાવતા તે પરત ર્ફ્યો હતો.આ અંગે આરોપી સામે બેન્ક તરફ્થી મેનેજર હાર્દિક સુનિલભાઇ ઠાકરે વકીલ જે.પી.ત્રિવેદી મારફ્ત મહેસાણા કોર્ટમા ફરિયાદ નોંધાવી હતી.સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલની દલીલો આધારે અગિયારમા એડિશનલ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ પી.એન.પુરાણીએ આ કેસના આરોપી જેઠુસિંહ સવાજી વાઘેલાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી અપવા હુકમ કર્યો હતો.