Mehsanaમાં SOGનો સપાટો: ઊંઝાના દાસજ ગામે અખાદ્ય જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Jul 13, 2026 - 18:00
Mehsanaમાં SOGનો સપાટો: ઊંઝાના દાસજ ગામે અખાદ્ય જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી એક ગંભીર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા નજીકના દાસજ ગામની સીમમાં મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે અચાનક દરોડા પાડીને નકલી અને અખાદ્ય જીરું બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

‘રિયા ઇન્ડસ્ટ્રીઝ’માં ચાલતું હતું આ કૌભાંડ

SOG ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દાસજ ગામની સીમમાં આવેલી ‘રિયા ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ફેક્ટરીની અંદર સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક અને ઝેરી એવું બનાવટી અખાદ્ય જીરું તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ફેક્ટરીમાંથી શંકાસ્પદ જીરાના મોટા જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે.

6.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, તંત્ર સામે સવાલો

પોલીસના સપાટા દરમિયાન ફેક્ટરી પરિસરમાંથી નકલી જીરું અને તેને બનાવવા માટે વપરાતી સામગ્રી સહિત કુલ રૂ.6,76,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બજારમાં અસલી જીરાના નામે આ હાનિકારક કચરો ભેળવીને વેચવાનું આ મોટું નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને આ ભેળસેળના કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0