Mehsanaના વિજાપુર તાલુકામાં 4 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા બજારમાં ભરાયા પાણી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે,ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં 4 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકયો હતો,જેના કારણે બજારમાં પાણી ભરાઈ ગયા હતા,વિજાપુરના બજારમાં પાણી ભરાતા વેપારીઓને અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વિજાપુર તાલુકામાં વરસાદી માહોલ મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,2 ઈંચ વરસાદને નગરપાલિકાની પોલ ખોલી નાખી છે,સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે,મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોએ નગરપાલિકા સામે આક્રોશ વ્યકત કર્યો છે.તો વરસાદી પાણી ભરાતા વિધાર્થીઓને શાળામાંથી વહેલા છોડી દેવામાં આવ્યા છે.વરસાદી વાતાવરણમાં બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. સ્થાનિકોમાં આક્રોશ મુખ્ય બજાર તેમજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે.સાથે સાથે સ્થાનિકોનું કહેવું છે કે,નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે,ચોમાસામાં પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ કરોડો રૂપિયાનું એંધાણ કરવામાં આવે છે પરંતુ નગરપાલિકાનો પ્લાન સફળ બન્યો નથી જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે,દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે,તો ભારે વરસાદ પડે ત્યારે કેડ સમા પાણી ભરાઈ જાય છે. 32 તાલુકામાં વરસાદ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સવા 3 ઇંચ વરસાદ દાંતીવાડામાં પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં બહુચરાજી અને વિસનગરમાં પોણો ઇંચ, જોટાણા અને મહેસાણામાં અડધો ઇંચ, કડીમાં 8 મીમી, ઊંઝામાં 6 મીમી, વડનગરમાં 5 મીમી નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે,ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં 4 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકયો હતો,જેના કારણે બજારમાં પાણી ભરાઈ ગયા હતા,વિજાપુરના બજારમાં પાણી ભરાતા વેપારીઓને અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
વિજાપુર તાલુકામાં વરસાદી માહોલ
મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,2 ઈંચ વરસાદને નગરપાલિકાની પોલ ખોલી નાખી છે,સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે,મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોએ નગરપાલિકા સામે આક્રોશ વ્યકત કર્યો છે.તો વરસાદી પાણી ભરાતા વિધાર્થીઓને શાળામાંથી વહેલા છોડી દેવામાં આવ્યા છે.વરસાદી વાતાવરણમાં બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા.
સ્થાનિકોમાં આક્રોશ
મુખ્ય બજાર તેમજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે.સાથે સાથે સ્થાનિકોનું કહેવું છે કે,નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે,ચોમાસામાં પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ કરોડો રૂપિયાનું એંધાણ કરવામાં આવે છે પરંતુ નગરપાલિકાનો પ્લાન સફળ બન્યો નથી જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે,દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે,તો ભારે વરસાદ પડે ત્યારે કેડ સમા પાણી ભરાઈ જાય છે.
32 તાલુકામાં વરસાદ
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સવા 3 ઇંચ વરસાદ દાંતીવાડામાં પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં બહુચરાજી અને વિસનગરમાં પોણો ઇંચ, જોટાણા અને મહેસાણામાં અડધો ઇંચ, કડીમાં 8 મીમી, ઊંઝામાં 6 મીમી, વડનગરમાં 5 મીમી નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.