Mehsanaના વડસમા ગામે ઘર કંકાસ બન્યો ઘાતકી, પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું...
મહેસાણાના વડસમા ગામમાં હત્યાના બનાવે ચકચાર મચાવી. વડસમા ગામમાં નિવૃત્ત આર્મીમેને તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કર્યો. ગંભીર હુમલાને પગલે આર્મીમેનની પત્નીનું મોત નિપજયું. પોલીસને હત્યાની ઘટનાની જાણ થતાં સ્થળ પર પંહોચી. લાંઘણજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.પત્ની પર ઝીંકયા ઘામળતી માહિતી મુજબ મહેસાણામાં વડસમા ગામમાં નિવૃત્ત આર્મીમેન પત્ની સાથે લાંબા સમયથી રહે છે. નિવૃત્ત આર્મીમેન રમેશભાઈ પ્રજાપતિ તેમના પત્ની મીના બહેન વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે ઝગડા થતા હતા. દરમ્યાન દંપતી વચ્ચેનો ઘર કંકાસ એટલો બધો વધી ગયો કે પતિએ પત્ની પર ધાતકી હુમલો કર્યો. પતિ-પત્ની વચ્ચે થતી દલીલો ઉગ્ર બની અને નિવૃત્ત આર્મીમેન એટલો બધો ક્રોધે ભરાયો કે તીક્ષ્ણ હથિયાર વડે પત્નીને માર માર્યો. પતિના ઘાતકી હુમલાને પગલે 46 વર્ષીય મીનાબેન પ્રજાપતિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું. હત્યાના બનાવ વધ્યાઅગાઉ પણ મહેસાણામાં પતિએ પત્નીને ગળું દબાવી મોતની ઘાટ ઉતારી હોવાનો કિસ્સો બન્યો હતો. આ ઘટનામાં પતિએ પહેલા પત્નીએ આપઘાત કર્યો હોવાનું રટણ કર્યું હતું. પરંતુ પત્નીના પિયરિયાને શંકા જતાં પોસ્ટમોર્ટમ કરાવવાનું કહેતા સમગ્ર મામલો સામે આવ્યો.વડસમા ગામમાં નિવૃત્ત આર્મીમેને પત્ની પર ઘાતકી હુમલો કરી ઢીમ ઢાળી દીધું. પતિ-પત્નીના સંબંધોમાં શંકા વધતા અને અન્ય વ્યક્તિના પ્રવેશના કારણે તેમજ ઘર કંકાસને પગલે સામાન્ય બબાલ હત્યાનું સ્વરૂપ લઈ રહી છે.ક્રોધમાં કરી હત્યાકહેવાય છે કે સ્ત્રીઓની જીભ ચાલે અને પુરુષોના હાથ. આ વાત અંહી સાચી પડી છે. પતિ-પત્ની હોય કે પછી મહિલાઓ અથવા તો યુવાનો પ્રારંભમાં દલીલ બાજી કરે છે અને પછી ઝગડો ઉગ્ર બનતા હાથાપઈ પર આવી જાય છે.અને જે હાથમાં આવે તે ઉપાડી મારે છે. આપણા વડીલો એટલે જ નાનપણી શીખ આપતા હોય છે કે બોલવામાં નિયંત્રણ રાખો અને ક્રોધ પર કાબૂ રાખો. પરંતુ આજે પતિ-પત્ની હોય કે પછી પિતા-પુત્ર તમામ સંબંધો પોતાની મર્યાદા ગુમાવા લાગ્યા છે. વડસમામાં પતિએ ક્રોધમાં આવી પત્નીને મોતને ઘાટ ઉતારી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના વડસમા ગામમાં હત્યાના બનાવે ચકચાર મચાવી. વડસમા ગામમાં નિવૃત્ત આર્મીમેને તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કર્યો. ગંભીર હુમલાને પગલે આર્મીમેનની પત્નીનું મોત નિપજયું. પોલીસને હત્યાની ઘટનાની જાણ થતાં સ્થળ પર પંહોચી. લાંઘણજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
પત્ની પર ઝીંકયા ઘા
મળતી માહિતી મુજબ મહેસાણામાં વડસમા ગામમાં નિવૃત્ત આર્મીમેન પત્ની સાથે લાંબા સમયથી રહે છે. નિવૃત્ત આર્મીમેન રમેશભાઈ પ્રજાપતિ તેમના પત્ની મીના બહેન વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે ઝગડા થતા હતા. દરમ્યાન દંપતી વચ્ચેનો ઘર કંકાસ એટલો બધો વધી ગયો કે પતિએ પત્ની પર ધાતકી હુમલો કર્યો. પતિ-પત્ની વચ્ચે થતી દલીલો ઉગ્ર બની અને નિવૃત્ત આર્મીમેન એટલો બધો ક્રોધે ભરાયો કે તીક્ષ્ણ હથિયાર વડે પત્નીને માર માર્યો. પતિના ઘાતકી હુમલાને પગલે 46 વર્ષીય મીનાબેન પ્રજાપતિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું.
હત્યાના બનાવ વધ્યા
અગાઉ પણ મહેસાણામાં પતિએ પત્નીને ગળું દબાવી મોતની ઘાટ ઉતારી હોવાનો કિસ્સો બન્યો હતો. આ ઘટનામાં પતિએ પહેલા પત્નીએ આપઘાત કર્યો હોવાનું રટણ કર્યું હતું. પરંતુ પત્નીના પિયરિયાને શંકા જતાં પોસ્ટમોર્ટમ કરાવવાનું કહેતા સમગ્ર મામલો સામે આવ્યો.વડસમા ગામમાં નિવૃત્ત આર્મીમેને પત્ની પર ઘાતકી હુમલો કરી ઢીમ ઢાળી દીધું. પતિ-પત્નીના સંબંધોમાં શંકા વધતા અને અન્ય વ્યક્તિના પ્રવેશના કારણે તેમજ ઘર કંકાસને પગલે સામાન્ય બબાલ હત્યાનું સ્વરૂપ લઈ રહી છે.
ક્રોધમાં કરી હત્યા
કહેવાય છે કે સ્ત્રીઓની જીભ ચાલે અને પુરુષોના હાથ. આ વાત અંહી સાચી પડી છે. પતિ-પત્ની હોય કે પછી મહિલાઓ અથવા તો યુવાનો પ્રારંભમાં દલીલ બાજી કરે છે અને પછી ઝગડો ઉગ્ર બનતા હાથાપઈ પર આવી જાય છે.અને જે હાથમાં આવે તે ઉપાડી મારે છે. આપણા વડીલો એટલે જ નાનપણી શીખ આપતા હોય છે કે બોલવામાં નિયંત્રણ રાખો અને ક્રોધ પર કાબૂ રાખો. પરંતુ આજે પતિ-પત્ની હોય કે પછી પિતા-પુત્ર તમામ સંબંધો પોતાની મર્યાદા ગુમાવા લાગ્યા છે. વડસમામાં પતિએ ક્રોધમાં આવી પત્નીને મોતને ઘાટ ઉતારી.