Mehsanaના કડીમાં ઈન્ચાર્જ આચાર્યને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

મહેસાણાના કડીમાં ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયા છે. એસ.એમ.ખમાર ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. હાલમાં ઈન્ચાર્જ આચાર્ય કમલેશ પટેલની ACBએ ધરપકડ કરી લીધી છે.સ્વૈચ્છીક નિવૃતિ બાદ પેન્શન કેસ બનાવવા માગી હતી લાંચ એસ.એમ ખમાર ગર્લ્સ હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય કમલેશકુમાર અમૃતલાલ પટેલને લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ફરિયાદી પાસે સ્વૈચ્છીક નિવૃત્તિ બાદ પેન્શન કેસ બનાવવા, જી.પી.એફ અને સાતમા પગારપંચનું એરિયર્સ બીલ બનાવવા તેમજ મોંઘવારી તફાવત અને રજાઓનું રોકડમાં રૂપાંતર બીલ બનાવવા માટે લાંચની રકમ માગી હતી અને ફરિયાદીએ આ તમામ જાણકારી એસીબીને આપી અને ત્યારબાદ ACBની ટીમે લાંચનું છટકુ ગોઠવીને લાંચની રકમ સ્વીકારતા ઈન્ચાર્જ આચાર્યને રંગે હાથ ઝડપી પાડ્યો છે. રૂપિયા 14,000ની લાંચ લેતા આચાર્યને ઝડપી લેવામાં આવ્યો છે. મહિસાગરમાં નિવૃત હોમગાર્ડ ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લામાં ACBએ સપાટો બોલાવતા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસરને લાંચ લેતા ઝડપ્યા હતા. ફરિયાદી પાસેથી કામ અર્થે રૂપિયા 6,000ની લાંચ લેતા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ACBના સંકજામાં ઝડપાયા હતા. માનાભાઈ મોતીભાઈ ડામોર નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા. હોદ્દા ઉપરથી નિવૃત થયેલા હોવા છતાં મનસ્વીપણે ફરિયાદીને નજીકનો પોઈન્ટ આપવા માટે લાંચ માગી હતી. ફરિયાદી પૈસા આપવા માગતા ન હતા, તેથી લાંચના છટકા ગોઠવીને આરોપીને રૂપિયા 6,000ની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યો હતો. રાજુલામાં RFO 2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા અમરેલી- શેત્રુંજી ડીવીજનના RFO યોગરાજ સિંહ રાઠોડ 2 લાખની લાંચ લેતા થોડા દિવસ પહેલા ઝડપાયા હતા. રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જમાં બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાકટર પાસેથી બિલ મામલે લાંચ માગી હતી. બાંધકામ કોન્ટ્રાકટર પાસેથી કમિશનની ટકાવારી પેટે 10 લાખની લાંચની માગણી કરી હતી. જાગૃતિ નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવી એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને ગીર સોમનાથ એસીબીની ટીમને ટ્રેપમાં સફળતા મળી હતી અને કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો હતો.   

Mehsanaના કડીમાં ઈન્ચાર્જ આચાર્યને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના કડીમાં ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયા છે. એસ.એમ.ખમાર ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. હાલમાં ઈન્ચાર્જ આચાર્ય કમલેશ પટેલની ACBએ ધરપકડ કરી લીધી છે.

સ્વૈચ્છીક નિવૃતિ બાદ પેન્શન કેસ બનાવવા માગી હતી લાંચ

એસ.એમ ખમાર ગર્લ્સ હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય કમલેશકુમાર અમૃતલાલ પટેલને લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ફરિયાદી પાસે સ્વૈચ્છીક નિવૃત્તિ બાદ પેન્શન કેસ બનાવવા, જી.પી.એફ અને સાતમા પગારપંચનું એરિયર્સ બીલ બનાવવા તેમજ મોંઘવારી તફાવત અને રજાઓનું રોકડમાં રૂપાંતર બીલ બનાવવા માટે લાંચની રકમ માગી હતી અને ફરિયાદીએ આ તમામ જાણકારી એસીબીને આપી અને ત્યારબાદ ACBની ટીમે લાંચનું છટકુ ગોઠવીને લાંચની રકમ સ્વીકારતા ઈન્ચાર્જ આચાર્યને રંગે હાથ ઝડપી પાડ્યો છે. રૂપિયા 14,000ની લાંચ લેતા આચાર્યને ઝડપી લેવામાં આવ્યો છે.

મહિસાગરમાં નિવૃત હોમગાર્ડ ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા

થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લામાં ACBએ સપાટો બોલાવતા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસરને લાંચ લેતા ઝડપ્યા હતા. ફરિયાદી પાસેથી કામ અર્થે રૂપિયા 6,000ની લાંચ લેતા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ACBના સંકજામાં ઝડપાયા હતા. માનાભાઈ મોતીભાઈ ડામોર નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા. હોદ્દા ઉપરથી નિવૃત થયેલા હોવા છતાં મનસ્વીપણે ફરિયાદીને નજીકનો પોઈન્ટ આપવા માટે લાંચ માગી હતી. ફરિયાદી પૈસા આપવા માગતા ન હતા, તેથી લાંચના છટકા ગોઠવીને આરોપીને રૂપિયા 6,000ની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

રાજુલામાં RFO 2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા

અમરેલી- શેત્રુંજી ડીવીજનના RFO યોગરાજ સિંહ રાઠોડ 2 લાખની લાંચ લેતા થોડા દિવસ પહેલા ઝડપાયા હતા. રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જમાં બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાકટર પાસેથી બિલ મામલે લાંચ માગી હતી. બાંધકામ કોન્ટ્રાકટર પાસેથી કમિશનની ટકાવારી પેટે 10 લાખની લાંચની માગણી કરી હતી. જાગૃતિ નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવી એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને ગીર સોમનાથ એસીબીની ટીમને ટ્રેપમાં સફળતા મળી હતી અને કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો હતો.