Meghraj: 18 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીધો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લી જિલ્લાની એલ.સી.બી.પોલીસ ચોરી તેમજ અન્ય ઘટનાઓના નોંધાયેલ ગુનામાં નહીં પકડાયેલ અને નાસતા ફરતા આરોપીઓને શોધવા સક્રિય બની છે અને આજસુધીમાં LCB પોલીસે ચોરાયેલ મોબાઈલ તેમજ અન્ય ગુનાઓના આરોપીઓને ઝડપી જેલના હવાલે કરેલ છે. ગાંધીનગરના સેકટર-7ના પોલીસ સ્ટેશને 18 વર્ષ અગાઉ નોંધાયેલ ચોરીના ત્રણ ગુનાનો નાસતો ફરતા આરોપીને એલ.સી.બી.પોલીસે મેઘરજ તાલુકાની રાજસ્થાન સાથેની ઉન્ડવા ચેક પોસ્ટ ઉપરથી ઝડપી લીધો છે.
જિલ્લા LCB પી.આઈ એમ.એચ.ઝાલાના માર્ગદશન હેઠળ પી.એસ.આઈ વી.જે.તોમર, પી.એસ.આઈ વી.ડી.વાઘેલા, પી.એસ.આઈ પી.પી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ સાથે નાસતા- ફરતા આરોપીઓને ઝડપી લેવા મેઘરજ તાલુકામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા દરમિયાન 18 વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર-7ના ચોરીના ગુનામાં નાસતો- ફરતો આરોપી મેઘરજ તાલુકાની ઉન્ડવા ચેક પોસ્ટ પર રાજસ્થાનના સીમલવાડા તરફ જતા રોડ પર ઊભો છે. આ બાતમીને આધારે LCB પોલીસની ટીમે કોર્ડન કરીને આરોપીને દબોચી લીધો હતો.આરોપીની પૂછપચ્છ કરતાં તેને તેનું નામ પ્રભુલાલ અમરાભાઈ વાદી જણાવ્યું હતું. પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગાંધીનગર સે-7 પોલીસને જાણ કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

