Mahuva: બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના સભ્યની નિમણૂકનો મુદ્દો ગરમાયો; આગેવાનોએ એકજૂથ થઈ ઉઠાવ્યો અવાજ

Nov 21, 2026 - 12:00
Mahuva: બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના સભ્યની નિમણૂકનો મુદ્દો ગરમાયો; આગેવાનોએ એકજૂથ થઈ ઉઠાવ્યો અવાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા સ્થિત પૂજ્ય બજરંગદાસ બાપુ ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજની ભાગીદારી અને પ્રતિનિધિત્વ આપવાની માંગ હાલ ભારે ચર્ચામાં આવી છે. ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના સભ્યની નિમણૂક કરવાનો મુદ્દો ગરમાતા સમાજના આગેવાનો દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, ત્યારબાદ આશ્રમ ટ્રસ્ટી મંડળ સમક્ષ સમાજની લાગણી અને માંગ રજૂ કરવામાં આવી છે.

આશ્રમના વહીવટમાં ભાગીદારીનો મુદ્દો ઉઠાવ્યો

મળતી વિગતો અનુસાર, બગદાણા આશ્રમ સાથે કોળી સમાજની અતૂટ આસ્થા અને લાગણી જોડાયેલી છે. આ સંદર્ભે કોળી સમાજના આગેવાનોએ એકસાથે મળીને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને સમાજની રજૂઆત તૈયાર કરી હતી. આગેવાનોએ એકજૂથ થઈને અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને આશ્રમના વહીવટમાં પણ સમાજની ભાગીદારી સુનિશ્ચિત થવી જોઈએ.

ટ્રસ્ટી મંડળના નિર્ણય પર સૌની નજર

સમાજના આગેવાનો દ્વારા ટ્રસ્ટી મંડળ સમક્ષ કોળી સમાજના સભ્યને સ્થાન આપવા માટે આગ્રહભરી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત બાદ હવે સમગ્ર પંથકમાં અને સમાજમાં એવી ચર્ચાઓ તેજ બની છે કે આશ્રમ ટ્રસ્ટી મંડળ દ્વારા કોળી સમાજની આ માંગ સ્વીકારવામાં આવશે કે કેમ? હાલ આશ્રમ ટ્રસ્ટી મંડળ આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો:  Ahmedabad: મોટેરામાં 20 વર્ષીય મહિલા કર્મચારી સાથે છેડતી, ઓફિસ માલિક નિર્મલ મહેતા સામે ફરિયાદ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0