Mahisagar:જનજાતિય ગૌરવ દિનની ઉજવણીમાં માનગઢહીલના શહીદોને વંદન કરાયા

Nov 16, 2025 - 06:00
Mahisagar:જનજાતિય ગૌરવ દિનની ઉજવણીમાં માનગઢહીલના શહીદોને વંદન કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંતરામપુરના આઝાદ મેદાન ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસક્રની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યમંત્રીએ માં ભારતીના વીર પુત્ર અને આદિજાતિ સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોટિ કોટિ વંદન કરીને પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી.

રીવાબા જાડેજાએ બિરસા મુંડાજીના વીરતાની વાત કરતા જણાવ્યું કે, તેમણે માત્ર 25 વર્ષની આયુમાં જ બ્રિટિશ હુકૂમતને હચમચાવી દીધી હતી અને તેમનું ઉલગુલાન આંદોલનક્ર જંગલ, જળ અને જમીન પર આદિવાસીઓને તેમનો અધિકાર પાછો અપાવવાનો હેતુ ધરાવતું હતું.

તેમણે આદિજાતિ સમુદાયના ઉત્થાન માટે રાજ્યમાં બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓની સ્થાપના, તેમજ શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે મહીસાગરની આગવી ઓળખ સમાન માનગઢ હિલના ઐતિહાસિક મહત્વને યાદ કરીને શહીદોને વંદન કર્યા હતા. અંતે, તેમણે સૌનો સાથ, સૌનો વિકાસક્રના મંત્ર સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેડિયાપાડા ખાતેથી પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

મોરવા ખાતે બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી

ગોધરા : ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ અને જન જાતિય ગૌરવ દિવસ પંચમહાલ જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ મોરવા હડફ્ના ખાનપુર ખાતે રાજ્ય કૃષિમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જિલ્લાભરમાંથી અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહી વડાપ્રધાનના ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સૌને સંબોધતાં રાજ્ય કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વમાં ભાજપ સરકારે વિકાસને વેગવંતો બનાવ્યો છે. જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિમંત્રી રમેશભાઇ કટારાએ અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત જનમેદની પ્રસંગોચિત્ત ઉદ્દબોધન થકી સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી. સાંસદ રાજપાલસિંહ જાદવે આદિવાસી સમાજના સરળ સ્વભાવ અને રહેણી કરણીની પ્રસંશા કરી પોતાને તેઓ સાથે રહેવા અંગેનું ગૌરવ અનુભવતાં હોવાનું જણાવ્યું હતું. જયારે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે પ્રાસંગિક ઉદ્દબોધનમાં બિરસા મુંડાની જન્મ જયંતિ અંગેની શુભકામનાઓ પાઠવી હતી. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0