Mahisagar News: દારૂની બાતમીની શંકા રાખી કોલેજના પ્રોફેસરને PI વિલમ ઘોરડાએ માર માર્યો હોવાનો આક્ષેપ

Jun 26, 2026 - 18:00
Mahisagar News: દારૂની બાતમીની શંકા રાખી કોલેજના પ્રોફેસરને PI વિલમ ઘોરડાએ માર માર્યો હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પોલીસની દાદાગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના PI વિલમ ઘોરડા વિરુદ્ધ પીએન પંડ્યા કોલેજના પ્રોફેસર હર્ષ દવેએ ગંભીર આક્ષેપો કર્યા છે.પ્રોફેસરનો આરોપ છે કે,PI ઘોરડાએ તેમને પોલીસ સ્ટેશનની બહાર જાહેરમાં નિર્દયતાથી માર માર્યો છે.આ આક્ષેપ બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસની ખાતરી આપી હતી.

મહીસાગર પોલીસ તંત્રમાં દોડધામ મચી

પ્રાપ્ત વિગતો અનુસાર,પ્રોફેસર હર્ષ દવે પર દારૂના વેચાણ અંગે પોલીસને બાતમી આપવાની શંકા રાખવામાં આવી હતી.આ શંકાના આધારે PI વિલમ ઘોરડાએ પ્રોફેસરને અટકાવી તેમની સાથે મારઝૂડ કરી હતી.પ્રોફેસરનો દાવો છે કે આ સંપૂર્ણ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળની બહાર જ જવાબદાર અધિકારી દ્વારા આવી હિંસક વર્તણૂક કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ મહીસાગર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 

PI દોષિત જણાશે તો કાર્યવાહી થશે

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે.મહીસાગરના SPએ જણાવ્યું હતું કે,આ આક્ષેપો ખૂબ જ ગંભીર છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.તપાસના અહેવાલ બાદ જો PI દોષિત જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.હાલ આ ઘટના લુણાવાડા પંથકમાં ચર્ચાનો વિષય બની છે.શિક્ષણ જગત સાથે જોડાયેલા વ્યક્તિ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા આ હુમલાએ પોલીસની કામગીરી અને વર્તણૂક પર અનેક સવાલો ઉભા કર્યા છે. 

આ પણ વાંચો: Valsad News: પોલીસે એક્ટિવાની ડિક્કીમાંથી પકડેલા મુદ્દામાલમાંથી વ્હિસ્કીની મોંઘી બોટલો ગાયબ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0