Mahisagar: વાલીઓએ ચેતવા જેવો કિસ્સો! રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટી...બાળકે ગુમાવી આંખ

મહીસાગરમાં વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ થતાં બાળકે આંખ ગુમાવી છે. વીરપુરના કોયડેમના ધોરણ 2માં ભણતા બાળકને ઈજાઓ પહોંચી છે. રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં બન્યો છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ 2ના વિદ્યાર્થીઓને રોબર્ટનું રમકડું આપવામાં આવ્યું હતું. આ રમકડું ઘરે રમતા રમતા તેમાં રહેલી લિથિયમ બેટરી ફાટતા એક વિદ્યાર્થીને આંખ તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. હાલ આ બાળકને પ્રથમ સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ધોરણ બે માં ભણતા બાળકને રમકડું રમતા લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુર તાલુકાના લાલસર ચોકડી પાસે મા ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોબોટિક રમકડું આપવામાં આવ્યું હતું. જેમાં વિરેન્દ્રસિંહ ઠાકોર નામનો એક વિદ્યાર્થી ઘરે આ રમકડું રમી રહ્યો હતો. એ દરમિયાન રોબોટિક રમકડામાં રહેલી લિથિયમ બેટરી ફાટી હતી જેના કારણે વિરેન્દ્રસિંહની આંખ તેમજ શરીરના ભાગ પહોંચી હતી. આ ઘટના બનતા જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. અને બાળકને સારવાર માટે પ્રથમ અમદાવાદ ખાતે લઈ જવાયો હતો. અને ત્યારબાદ વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બે દિવસ અગાઉ બનેલા આ બનાવમાં બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.

Mahisagar: વાલીઓએ ચેતવા જેવો કિસ્સો! રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટી...બાળકે ગુમાવી આંખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગરમાં વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ થતાં બાળકે આંખ ગુમાવી છે. વીરપુરના કોયડેમના ધોરણ 2માં ભણતા બાળકને ઈજાઓ પહોંચી છે. રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. 

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં બન્યો છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ 2ના વિદ્યાર્થીઓને રોબર્ટનું રમકડું આપવામાં આવ્યું હતું. આ રમકડું ઘરે રમતા રમતા તેમાં રહેલી લિથિયમ બેટરી ફાટતા એક વિદ્યાર્થીને આંખ તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. હાલ આ બાળકને પ્રથમ સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ધોરણ બે માં ભણતા બાળકને રમકડું રમતા લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુર તાલુકાના લાલસર ચોકડી પાસે મા ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોબોટિક રમકડું આપવામાં આવ્યું હતું. જેમાં વિરેન્દ્રસિંહ ઠાકોર નામનો એક વિદ્યાર્થી ઘરે આ રમકડું રમી રહ્યો હતો. એ દરમિયાન રોબોટિક રમકડામાં રહેલી લિથિયમ બેટરી ફાટી હતી જેના કારણે વિરેન્દ્રસિંહની આંખ તેમજ શરીરના ભાગ પહોંચી હતી.

આ ઘટના બનતા જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. અને બાળકને સારવાર માટે પ્રથમ અમદાવાદ ખાતે લઈ જવાયો હતો. અને ત્યારબાદ વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો બે દિવસ અગાઉ બનેલા આ બનાવમાં બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.