Mahisagar: જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે પહોંચી

Aug 23, 2026 - 05:30
Mahisagar: જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગર જિલ્લાની જીવાદોરી ગણાતા અને ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાં હાલ પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. હાલના તબક્કે કડાણા ડેમની જળસપાટી 402.8 ફૂટે પહોંચી છે, જ્યારે તેની મહત્તમ સપાટી 419 ફૂટ છે. અડધું ચોમાસું પૂર્ણ થવા આવ્યું હોવા છતાં ડેમ તેની મહત્તમ સપાટીથી હજુ 17 ફૂટ ખાલી રહેતા ચિંતાના વાદળો ઘેરાયા છે. કડાણા ડેમની હાલની સપાટી 402.8 ફૂટ (મહત્તમ સપાટીઃ 419 ફૂટ) છે, હાલ ડેમમાં 25 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.સિંચાઈ માટે કડાણા ડાબા કાંઠા કેનાલમાંથી સિંચાઈ માટે 230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં આવેલ રાજસ્થાનના બજાજ સાગર ડેમ વિસ્તારમાં ઓછો વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં પાણીની આવક પર અસર પડી છે. કડાણા ડેમ ગુજરાતના 9 જિલ્લાઓને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 156 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરૂં પાડવામાં આ ડેમ અગત્યનો ભાગ ભજવે છે. ચોમાસાની બાકીની સીઝનમાં ઉપરવાસમાં સારો વરસાદ થાય અને ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાય તેવી ખેડૂતો અને સ્થાનિક નાગરિકો આશા રાખી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0