Mahesana : માં NPSસંચય પેન્શન યાત્રા યોજાઈ

Oct 9, 2026 - 05:30
Mahesana : માં NPSસંચય પેન્શન યાત્રા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પીએફઆરડીએ અને કોમન સર્વિસ સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી મહેસાણા જિલ્લામાં એનપીએસ સંચય પેન્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા ગંજ બજાર, મહેસાણા ટાઉનહોલ તથા માનવ આશ્રમ ચાર રસ્તા ખાતે યોજાયેલી યાત્રા દરમિયાન નાગરિકો અને લાભાર્થીઓને રાષ્ટ્રીય પેન્શન યોજના, નિવૃત્તિ આયોજન, નિયમિત બચત તથા નિવૃત્તિ બાદની આર્થિક સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા લીડ બેંક મેનેજર પ્રિય રંજન કુમાર તથા પીએફઆરડીએના માસ્ટર ટ્રેનર ડૉ. ઋત્વિકભાઈ ભાવસાર સહિતની ટીમે નાગરિકોને એનપીએસની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. યાત્રા દરમિયાન એનપીએસ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ સાથે યોજનામાં જોડાવા માટે જરૂરી પ્રક્રિયા અને માહિતી પણ આપવામાં આવી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોમાં પેન્શન અંગે જાગૃતિ વધારવાના હેતુથી યોજાયેલી આ યાત્રાનો મુખ્ય સંદેશ આજનું સંચય આવતીકાલની પેન્શન સુરક્ષા રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0