Mahesana : પાંચોટ પ્રાથમિક કન્યા શાળાના મુખ્ય શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

Oct 25, 2026 - 02:00
Mahesana : પાંચોટ પ્રાથમિક કન્યા શાળાના મુખ્ય શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાંચોટ પ્રાથમિક કન્યા શાળાના મુખ્ય શિક્ષક વિષ્ણુભાઈ રામાભાઈ પ્રજાપતિ વયનિવૃત્ત થતાં તેમના સન્માનમાં 10, ઓક્ટોબરના રોજ શાળા ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને દાતા તરીકે નામાંકિત પાંચોટના મનુભાઈ ચોક્સી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામજનો તેમજ સેન્ટરની વિવિધ શાળાઓના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષકોએ વિષ્ણુભાઈ પ્રજાપતિની શૈક્ષણિક સેવાઓ અને કામગીરીની સરાહના કરી હતી. વયનિવૃત્તિ પ્રસંગે તેમને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0