Mahesana: ડીસ્ટ્રીકટ & સેશન્સ કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો.ડીસ્ટ્રીકટ કોર્ટના ઓફિસિયલ ઈ-મેઈલ એડ્રેસ પર મળેલા આ ધમકી ભર્યા ઈ-મેઈલ બાદ કોર્ટ અને કોર્ટ કેમ્પસને ખાલી કરવાનો આદેશ કરવામાં આવતા કોર્ટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.તો જિલ્લા પોલીસ વડાને આ ઈ-મેઈલની જાણ કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક એસ.ઓ.જી.,એલ.સી.બી.,એ-ડીવીઝન,ડોગ સ્કોર્ડ સહિત પોલીસ કાફ્લો કોર્ટ ખાતે ખડકી દેવાયો હતો.જોકે ભારે તપાસ કરવા છતાં કઈ હાથ લાગ્યું ન હતું.જેને લઇ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાશકારો અનુભવાયો હતો.
રાજ્યમાં મોટાભાગની કોર્ટ તેમજ મોટી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેઈલ મળી રહ્યા છે.ત્યારે મંગળવારે મહેસાણામાં પણ આવો બોમ્બનો ઈ-મેઈલ મળ્યો હતો.જેમાં મહેસાણા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના ઓફિસિયલ ઈ-મેઈલ એડ્રેસ પર અંદાજીત બપોરના 12-30 કલાકે કરાયેલા ઈ-મેઈલમાં બપોરની 2 વાગ્યાની નમાજ પહેલા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ધમકી ભર્યા ઈ-મેઈલ બાદ ડીસ્ટ્રીકટ જજ દ્વારા તુરંત કોર્ટ બિલ્ડીંગ અને કેમ્પસ ખાલી કરવા આદેશ કરાયો હતો.તો આ ઈ-મેઈલ બાબતે જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી.પોલીસ વડાને જાણ થતા એસ.ઓ.જી.,એલ.સી.બી. અને એ-ડીવીઝન પોલીસ સહિત ડોગ સ્કોર્ડની ટીમોને કોર્ટમાં મોકલી હતી.તો તુરંત પોલીસ કાફ્લો કોર્ટમાં પહોચી કોર્ટને ખાલી કરાવી હતી.જોકે સાંજ સુધી કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા કોર્ટ અને પોલીસ ટીમોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

