Mahesana : PM સૂર્યઘર યોજના હેઠળ પરિવારોને મળશે વીજળી ખર્ચમાં મોટી રાહત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌર ઊર્જાથી ગામ સમૃદ્ધ બનશે, પરિવારોને આર્થિક રાહત
સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ્ય આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામે એક પ્રેરણાદાયી પહેલનો પ્રારંભ થયો છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકના વિશેષ પ્રયાસો અને સતત માર્ગદર્શનના પરિણામે ચિત્રોડીપુરા ગામને સોલાર ઊર્જાથી સમૃદ્ધ અને પર્યાવરણમિત્ર ગામ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. દીપાવલીના પાવન પર્વના ઉત્સાહભર્યા માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી PM સૂર્યઘર મફ્ત વીજળી યોજના અંતર્ગત ગામના પરિવારોનાં ઘરો ઉપર 2.2 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલસ્થાપિત કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ લાભાર્થીએ ભરવાની થતી રકમ સીએસઆર ફંડમાંથી ભરવાની વ્યવસ્થા સાંસદ મયંક નાયકે કરાવી હતી. જેથી ગ્રામજનોને રકમ ભરવામાંથી મુકિત મળશે. ખાસ કરીને મજૂરી અને શ્રમ આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને આ યોજનાનો લાભ મળવાથી તેમના ઘરેલું વીજળી ખર્ચમાં નોંધપાત્ર રાહત મળવાની સાથે આર્થિક બચતનો નવો માર્ગ ખુલશે. સૂર્ય ઊર્જાના ઉપયોગથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાને પ્રોત્સાહન મળશે. સાંસદ મયંક નાયક દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચે અને સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે હેતુથી આ સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. આ યોજનાથી ગામના પરિવારો આર્થિક રીતે સશક્ત બનશે અને ગ્રામ્ય વિકાસને એક નવી દિશા મળશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, કાઉન્સિલર ધીરજ કરમચંદાણી, દેવેશ પટેલ, પંકજસિંહ દરબાર, જયદીપસિંહ ઠાકોર, સંજય (બંકાભાઈ) બારોટ, હર્ષદ પ્રજાપતિ, જય પટેલ, જીગર શાસ્ત્ર્રી, ગામનાં સરપંચ ઠાકોર નીતાબેન, તલાટી મનીષાબેન ચૌધરી સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

