Mahesana:ગિલોસણ ગામે સરપંચ બનેલી મહિલાનો જન્મનો દાખલો મનપાલિકા દ્વારા રદ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા જિલ્લામાં ગિલોસણ ગામના મહિલા સરપંચ અફરોજ પરમારે ચૂંટણી તો જીતી લીધી હતી.પરંતુ તેમની પૂર્ણ ઉંમર ન હોવા છતાં તેમની ઉમેદવારી કેવી રીતે થઈ શકી તેને લઈ ચૂંટણી તંત્ર સામે પણ ભારે સવાલો ઉઠયા હતા.
મહિલા સરપંચનો મામલો ભારે ચર્ચાસ્પદ બનતા તે સમયે ચૂંટણી તંત્ર દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરાયો હતો. જેમાં મહિલા સરપંચે પોતાનું જન્મનું પ્રમાણ પત્ર રજુ કરી પોતે પૂરતી ઉંમર સાથે ઉમેદવારી કરી હોવાનું જાહેર કર્યું હતું. જોકે સમગ્ર મામલે જન્મનું પ્રમાણપત્ર આપનાર મહેસાણા પાલિકા દ્વારા આ અંગે તપાસ કરતા વિવાદિત મહિલા સરપંચ અફરોજ પરમારના જન્મના પ્રમાણપત્રમાં પણ વિસંગતતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેના જન્મના પ્રમાણપત્રમાં નામ કોઈ બીજાનું અને ઉંમર બીજાની દર્શાવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ મહાનગર પાલિકાએ અફરોજ પરમારનું જન્મનું પ્રમાણપત્ર પણ રદબાતલ કરી નાખ્યું હતું. હવે આ મહિલા સરપંચ અધૂરી ઉંમરે સરપંચ તરીકે ઉમેદવારી કરી વિજેતા થઈ સરપંચ બન્યા હોવાના મુદ્દા સામે તેમની પાસે ઉંમરનો એક જન્મ પ્રમાણપત્રનો પુરાવો પણ હવે રહ્યો નથી ત્યારે તેમની સામે ફરી એકવાર કાયદાનો સકંજો કસાય તેવી શક્યતા છે.
What's Your Reaction?






