Mahakumbh 2025: સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવા માગ

ગુજરાતમાંથી પ્રયાગરાજ મહાકુંભ 2025માં જવા માટે સરકાર દ્વારા વોલ્વો બસની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપીને પ્રયાગરાજ સુધી શ્રદ્ધાળુઓ પહોંચે તે માટે વોલ્વો બસની વ્યવસ્થા શરૂ કરી છે. ત્યારે હવે સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ ચાલુ કરવાની પણ માગ કરવામાં આવી છે.લાખો લોકોને ઘર બેઠા ગંગા સ્નાન કરવા જેવો લાભ અને આનંદ મળશે: સાંસદ મુકેશ દલાલ સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. સુરતથી વોલ્વો બસો દોડાવવા સાંસદે પત્ર લખી માગ કરી છે, પત્રમાં જણાવ્યું છે કે સુરતની જનતાને અમદાવાદ સુધી જવું નહીં પડે અને સીધા જ તેઓ પ્રયાગરાજ જવાનો લાભ મેળવી શકશે. સુરતમાં પણ હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ સુધીની મુસાફરી માટેની વોલ્વો બસ શરુ થાય તે નિર્ણયની રાહ જોઈને જ બેઠા છે. જો સુરતથી બસની શરૂઆત કરવામાં આવે તો સુરત અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને ઘર બેઠા ગંગા સ્નાન કરવા જેવો લાભ અને આનંદ મળશે. આ સાથે જ સાંસદ મુકેશ દલાલે અમદાવાદથી પ્રયાગરાજની બસ સેવા શરૂ કરવાનો સારો નિર્ણય લેવા બદલ હર્ષ સંઘવીને અભિનંદન પણ આપ્યા. અમદાવાદના રાણીપ ખાતેથી ઉપડશે બસ તમને જણાવી દઈએ કે હાલમાં એકમાત્ર અમદાવાદ ખાતેથી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ બસ સોમવારથી દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે. પ્રથમ બસ 27 જાન્યુઆરીએ ઉપડશે આગામી 27મી જાન્યુઆરીથી સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.

Mahakumbh 2025: સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાંથી પ્રયાગરાજ મહાકુંભ 2025માં જવા માટે સરકાર દ્વારા વોલ્વો બસની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપીને પ્રયાગરાજ સુધી શ્રદ્ધાળુઓ પહોંચે તે માટે વોલ્વો બસની વ્યવસ્થા શરૂ કરી છે. ત્યારે હવે સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ ચાલુ કરવાની પણ માગ કરવામાં આવી છે.

લાખો લોકોને ઘર બેઠા ગંગા સ્નાન કરવા જેવો લાભ અને આનંદ મળશે: સાંસદ મુકેશ દલાલ

સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતથી પ્રયાગરાજ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. સુરતથી વોલ્વો બસો દોડાવવા સાંસદે પત્ર લખી માગ કરી છે, પત્રમાં જણાવ્યું છે કે સુરતની જનતાને અમદાવાદ સુધી જવું નહીં પડે અને સીધા જ તેઓ પ્રયાગરાજ જવાનો લાભ મેળવી શકશે. સુરતમાં પણ હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ સુધીની મુસાફરી માટેની વોલ્વો બસ શરુ થાય તે નિર્ણયની રાહ જોઈને જ બેઠા છે. જો સુરતથી બસની શરૂઆત કરવામાં આવે તો સુરત અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને ઘર બેઠા ગંગા સ્નાન કરવા જેવો લાભ અને આનંદ મળશે. આ સાથે જ સાંસદ મુકેશ દલાલે અમદાવાદથી પ્રયાગરાજની બસ સેવા શરૂ કરવાનો સારો નિર્ણય લેવા બદલ હર્ષ સંઘવીને અભિનંદન પણ આપ્યા.

અમદાવાદના રાણીપ ખાતેથી ઉપડશે બસ

તમને જણાવી દઈએ કે હાલમાં એકમાત્ર અમદાવાદ ખાતેથી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ બસ સોમવારથી દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે.

પ્રથમ બસ 27 જાન્યુઆરીએ ઉપડશે

આગામી 27મી જાન્યુઆરીથી સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.