Local Body Elections 2026: મેઘરજમાં કોંગ્રેસને મોટો ઝટકો, પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Apr 20, 2026 - 09:30
Local Body Elections 2026: મેઘરજમાં કોંગ્રેસને મોટો ઝટકો, પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મેઘરજના રાજકારણમાં આજે મોટી હલચલ જોવા મળી હતી, જેમાં પંચાલ જિલ્લા પંચાયત બેઠકના 25થી વધુ સક્રિય કોંગ્રેસ કાર્યકરોએ પક્ષનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

કનુભાઈ પટેલના હસ્તે કેસરિયા

ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલની હાજરીમાં આ તમામ કાર્યકરોએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કનુભાઈ પટેલે તમામ કાર્યકરોને હાર પહેરાવી અને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રાજકારણમાં ગરમાવો

ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પડતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ જણાવ્યું હતું કે, ભાજપની વિકાસલક્ષી નીતિઓથી પ્રભાવિત થઈને તેઓએ આ નિર્ણય લીધો છે. એક સાથે 25થી વધુ કાર્યકરોનો પક્ષ પલટો આગામી સમયમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: નહેરુ પંડિત નહીં પણ મુસ્લિમ હતા, ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ ભાન ભૂલ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0