Local Body Elections 2026 : બોગસ ખેડૂત કેસમાં જેલના સળિયા પાછળ રહેલા તસ્લીમ તિર્મિઝી પોલીસ જાપ્તા સાથે ભરશે ફોર્મ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને વિવાદોના પર્યાય બનેલા તસ્લીમ તિર્મિઝી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉત્સુક તસ્લીમ તિર્મિઝી અત્યારે જમીન કૌભાંડના ગંભીર કેસમાં ખેડા એલસીબી (LCB) ના સકંજામાં છે, તેમ છતાં તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કોર્ટે તેમને પોલીસ જાપ્તા સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી આપી દીધી છે.
સમગ્ર મામલો 26 વર્ષ જૂનો
આ સમગ્ર મામલો 26 વર્ષ જૂનો છે. તસ્લીમ તિર્મિઝી પર આક્ષેપ છે કે તેમણે ખોટા અને બોગસ પેઢીનામા બનાવીને છેતરપિંડી આચરી હતી અને ગેરકાયદેસર રીતે ખેડૂત ખાતેદાર બની બેઠા હતા. આ મામલે ખેડા એલસીબીએ તેમની ધરપકડ કરી છે અને હાલ તેઓ વધુ બે દિવસના રિમાન્ડ હેઠળ છે. રિમાન્ડ દરમિયાન જ ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવતી હોવાથી, તિર્મિઝીના વકીલોએ કોર્ટમાં સ્પેશિયલ અરજી કરી ફોર્મ ભરવા માટે મંજૂરી માંગી હતી.
કોર્ટે પોલીસે જાપ્તા સાથે ફોર્મ ભરવાની આપી મંજૂરી
કોર્ટે આ મામલે કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તસ્લીમ તિર્મિઝીને પોલીસ બંદોબસ્ત હેઠળ ચૂંટણી અધિકારી સમક્ષ જઈને ફોર્મ ભરવાની શરતી પરવાનગી આપી છે. આથી, આજે તેઓ ખેડા પોલીસના ચુસ્ત જાપ્તા વચ્ચે અમદાવાદ પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. બોગસ ખેડૂત બનવાના આક્ષેપો અને ધરપકડ બાદ પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તેમની આ જિદ્દ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો--- Gujarat Latest News Live : અમદાવાદ અને વડોદરા મનપામાં અનેક મોટા ચહેરા કપાયા, બંને શહેરોમાં મેયર, ડે.મેયરની બાદબાકી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

