Local Body Elections 2026: નેતાઓની ઊંઘ હરામ, વિજયનો તાજ કે હારનો આઘાત? રાજ્યના 382 કેન્દ્રો પરથી લાઈવ અપડેટ માટે તૈયાર રહો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ હવે સૌની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આવતીકાલે એટલે કે 28 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યાથી રાજ્યભરમાં મતગણતરીનો પ્રારંભ થશે. આ માટે તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત અને વિશાળ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.
આંકડાકીય વિગતો પર એક નજર
રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં કુલ 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 838 મતગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કુલ 6991 ટેબલો પર મતોની ગણતરી કરવામાં આવશે. આ કામગીરીને પાર પાડવા માટે 28240 જેટલો ગણતરી સ્ટાફ ખડેપગે રહેશે.
સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
મતગણતરી કેન્દ્રો પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન પણ સજ્જ છે. રાજ્યભરમાં કુલ 33750 પોલીસ કર્મચારીઓ ગણતરી સ્થળો પર તૈનાત રહેશે. આ ઉપરાંત, વર્ગ-૪ ના 10257 કર્મચારીઓ પણ આ કામગીરીમાં સહયોગ આપશે. ઉમેદવારોના ભાવિ આવતીકાલે બપોર સુધીમાં સ્પષ્ટ
મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોના હજારો ઉમેદવારોના ભાવિ આવતીકાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. રાજકીય પક્ષોમાં અત્યારે ભારે ઉત્તેજનાનો માહોલ છે. ઈવીએમ ખુલતાની સાથે જ ખબર પડશે કે કયા પક્ષના શિરે વિજયનો તાજ સજશે અને કોને પરાજયનો સ્વાદ ચાખવો પડશે. બપોર પછી રાજ્યના રાજકારણનું નવું ચિત્ર સ્પષ્ટ થવા લાગશે.
આ પણ વાંચો---- Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

