Local Body Elections 2026 : 7 વાગ્યાનું અપડેટ, ગુજરાતમાં 194 બેઠકો બિનહરીફ, 1832 ફોર્મ પરત ખેંચાતા રાજકીય ચિત્ર સ્પષ્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા આજે પૂર્ણ થઈ છે. સાંજે 7 વાગ્યા સુધીના લેટેસ્ટ આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાં ભારે રાજકીય ખેંચતાણ બાદ 194 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. રાજ્યભરમાંથી કુલ 1832 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં ફોર્મ રદ પણ થયા છે. હજુ પણ આંકડાઓ સતત અપડેટ થઈ રહ્યા છે, પરંતુ હાલની સ્થિતિએ જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
નગરપાલિકા અને મનપાની સ્થિતિ
રાજ્યની 84 નગરપાલિકાઓના 263 વોર્ડમાં કુલ 3566 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 303 પરત ખેંચાયા અને 928 રદ થયા છે. નગરપાલિકાઓમાં સૌથી વધુ 176 બેઠકો બિનહરીફ થઈ છે. બીજી તરફ, 15 મહાનગરપાલિકાઓમાં 111 ફોર્મ પરત ખેંચાયા છે અને 18 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. મનપામાં હવે 3348 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
પંચાયતી રાજનું ગણિત
260 તાલુકા પંચાયતોની 3746 બેઠકો માટે સૌથી વધુ 15,874 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 575 પરત ખેંચાયા અને 5043 ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયા છે. તાલુકા પંચાયતમાં હજુ સુધી કોઈ બેઠક બિનહરીફ નોંધાઈ નથી, ત્યાં 10,256 ઉમેદવારો મેદાનમાં છે. તેવી જ રીતે 34 જિલ્લા પંચાયતોમાં પણ 218 ફોર્મ પરત ખેંચાયા બાદ 3147 ઉમેદવારો હરિફ તરીકે બાકી રહ્યા છે. હવે આ તમામ બેઠકો પર આગામી દિવસોમાં તોફાની પ્રચાર અને રસાકસીભર્યું મતદાન જોવા મળશે.
આ પણ વાંચો---- Local Body Elections 2026 : ચૂંટણીમાં ઈતિહાસ રચાયો, ખેડાની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા, જાણો શું છે કારણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

