Local body Elections 2026: મતગણતરી કેન્દ્રો પર મોબાઈલ અને વાહન લઈ જવા પર પ્રતિબંધ, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

Apr 27, 2026 - 19:30
Local body Elections 2026: મતગણતરી કેન્દ્રો પર મોબાઈલ અને વાહન લઈ જવા પર પ્રતિબંધ, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન બાદ હવે આવતીકાલે તા. 28/04/2026 ના રોજ મતગણતરી યોજાનાર છે. નવરંગપુરાની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને એલિસબ્રિજની ગુજરાત કોલેજ ખાતે થનારી આ મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ-163 હેઠળ ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ હુકમ મુજબ, મતગણતરી કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન કે અન્ય કોઈ વિજાણુ સાધનો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

પાર્કિંગ અને જ્વલનશીલ પદાર્થો પર પણ રોક

જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, મતગણતરી મથકની અંદર કે કમ્પાઉન્ડની આસપાસના 200 મીટરના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ વાહન લઈ જઈ શકશે નહીં કે પાર્ક કરી શકશે નહીં. આ ઉપરાંત, સુરક્ષાના કારણોસર માચીસ, લાઈટર કે અન્ય કોઈ પણ સળગાવી શકાય તેવા પદાર્થો લઈ જવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ-223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષા કરવામાં આવશે.

ફરજ પરના અધિકારીઓને પ્રતિબંધમાંથી મુક્તિ

આ હુકમમાં ફરજ પરના કર્મચારીઓ માટે અમુક અપવાદો રાખવામાં આવ્યા છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા નિરીક્ષકો પોતાની વિધિસરની ફરજ દરમિયાન મોબાઈલ કે વાયરલેસ સેટનો ઉપયોગ કરી શકશે. આ જાહેરનામું તા. 28/04/2026 ના રોજ મધ્યરાત્રિથી શરૂ થઈને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સોશિયલ મીડિયા અને વર્તમાન પત્રો દ્વારા આ અંગે જનતાને માહિતગાર કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: નેતાઓની ઊંઘ હરામ, વિજયનો તાજ કે હારનો આઘાત? રાજ્યના 382 કેન્દ્રો પરથી લાઈવ અપડેટ માટે તૈયાર રહો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0