Local Body Elections 2026 : ચૂંટણી ટાણે ભાજપનો સપાટો, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ઉમરગામ અને પારડીના 8 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે વલસાડ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. પક્ષના શિસ્તનો ભંગ કરી પક્ષ વિરોધી કૃત્ય કરનારા ઉમરગામ અને પારડી તાલુકાના 8 સભ્યો સામે ભાજપે લાલ આંખ કરી છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે આ તમામ આઠેય સભ્યોને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કરવાનો આદેશ કર્યો છે.
પક્ષના ઉમેદવાર સામે જ નોંધાવી હતી ઉમેદવારી
મળતી માહિતી મુજબ, આ આઠેય સભ્યોએ પક્ષ પ્રત્યે વફાદારી છોડીને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અધિકૃત ઉમેદવારો સામે જ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. વારંવારની સમજાવટ છતાં ઉમેદવારી પાછી ન ખેંચતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચાલુ રાખતા આખરે પક્ષે તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.
ઉમરગામ અને પારડીના સભ્યો સામે કાર્યવાહી
સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યો ઉમરગામ અને પારડી વિસ્તારના છે. ચૂંટણી સમયે જ આ પ્રકારની આકરી કાર્યવાહી કરીને ભાજપે અન્ય કાર્યકરો અને નેતાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષના આદેશનું ઉલ્લંઘન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ આકરા નિર્ણયથી વલસાડ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો--- Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

