Local body election 2026: સાબરકાંઠા અને અરવલ્લીમાં લગ્ન પહેલા મતદાનની ફરજ નિભાવી, વર અને કન્યાએ મત આપ્યો

Apr 26, 2026 - 08:30
Local body election 2026: સાબરકાંઠા અને અરવલ્લીમાં લગ્ન પહેલા મતદાનની ફરજ નિભાવી, વર અને કન્યાએ મત આપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગ ઝરતી ગરમી અને લગ્નની સિઝન વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. વહેલી સવારથી જ મતદારો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. ત્યારે ઘણી જગ્યાએ પ્રભૂતામાં પગલાં પાડતા પહેલા જ વર અને કન્યાએ મતદાન કર્યું છે. લગ્ન કરતાં પહેલા જ વર અને કન્યાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં નવવધુએ મત આપ્યો હતો.

અરવલ્લી અને સાબરકાંઠામાં લગ્ન પહેલા મતદાન

સાબરકાંઠામાં લગન સિઝન વચ્ચે પણ વરરાજાએ પ્રભુતામાં પગલાં પાડ્યા પહેલા મતદાનનો સંદેશ આપી જવાબદારી નિભાવી છે. લગ્ન કરતાં પહેલા જ વરરાજાએ મત આપ્યો હતો. બીજી તરફ અરવલ્લીમાં પણ મેઘરજમાં વર અને કન્યાએ મતદાન કર્યું છે. આજે લગ્ન ગ્રંથીથી જોડાનાર દંપતિએ મતદાન કરી જવાબદારી નિભાવી છે. મેઘરજના પાર્થ સુથાર અને દિયા સુથારે મતદાન કર્યું છે. બંનેના આજે લગ્ન હોવા છતાં તેમણે મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. બંને દંપતિએ અન્ય મતદારોને મત આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Local body election 2026: રાજકોટ અને વડોદરામાં EVM મશીન ખોટકાયું



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0