Local Body Election 2026 : અન્ય રાજકીય પક્ષો ચૂંટણી ધર્મ આધારીત બનાવી રહી છે : હર્ષ સંઘવી

Apr 26, 2026 - 16:00
Local Body Election 2026 : અન્ય રાજકીય પક્ષો ચૂંટણી ધર્મ આધારીત બનાવી રહી છે : હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૂંટણી દરમિયાન મતદાન અને તાજેતરના મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો ચૂંટણીને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે લોકશાહી માટે યોગ્ય નથી. સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચૂંટણી ક્યારેય ધર્મના આધાર પર ન હોવી જોઈએ અને મતદારોને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ.

કોઈ દીકરીની છેડતી જેવી ઘટનામાં રાજનીતિ ન હોઈ શકે

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો મોટી સંખ્યામાં બહાર આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગરમી અને અન્ય પરિસ્થિતિઓ છતાં લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે તેઓ આગળ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે સાથે સુરતમાં બનેલી છેડતીની ઘટનાને લઈને પણ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે આવી ગંભીર ઘટનાઓમાં રાજકારણ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.

સંઘવીએ મતદારોને જાગૃત રહેવા અપીલ કરી

“કોઈ દીકરીની છેડતી જેવી ઘટનામાં રાજનીતિ કરવી યોગ્ય નથી,” એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેના આધારે યોગ્ય તપાસ કરવામાં આવી છે. સંઘવીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર આ મામલે કડક કાર્યવાહી કરી ચૂકી છે અને દોષિતોને બક્ષવામાં નહીં આવે. કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રાથમિકતા છે અને આવા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આ નિવેદન દ્વારા સંઘવીએ એક તરફ મતદારોને જાગૃત રહેવા અપીલ કરી તો બીજી તરફ સંવેદનશીલ મુદ્દાઓને રાજકારણથી દૂર રાખવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

આ પણ વાંચો : Local Body Election 2026 : રાજકોટમાં ભીષણ ગરમીની અસર મતદાન પર, વોર્ડ 7માં ઓછું મતદાન થતા ઉમેદવારોની દોડાદોડી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0