Lakhtar હવે પછી અમારા ગામમાં વીજ ચેકિંગ કરવા આવશો તો પાછા નહીં
લખતરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગની ટીમ કામગીરી કરી રહી હતી. ત્યારે તલસાણામાં બે શખ્સોએ આવી વીજ કર્મી સાથે ઝપાઝપી કરી જુનીયર ઈજનેરના મોબાઈલમાંથી પાવર ચોરીના ફોટા ડીલીટ કરાવી ધમકી આપી હતી. આથી ફરજમાં રૂકાવટ કર્યાની બે શખ્સો સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મુળ સુરતના બારડોલી તાલુકાના મઢી ગામના 29 વર્ષીય દર્શનકુમાર રમેશભાઈ ચૌધરી હાલ ચૂડાના જોરાવરપરામાં રહે છે. અને ચુડા પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવે છે. તા. 11મીએ તેઓ ટીમ સાથે લખતરના ગ્રામ્ય પંથકમાં વીજ ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે 8-45 કલાકે તલસાણા ગામે વીજ ચેકીંગ દરમિયાન ગામના ઠાકરશી જેમાભાઈ અને મેહુલ ઠાકરશીભાઈ ધસી આવ્યા હતા. અને વીજ કર્મીઓને તમે અમારા લોકોના ઘરે જ ચેકીંગ કરો છો, ગામમાં બીજે વીજ ચેકીંગ કરવા જતા નથી તેમ કહી અપશબ્દો કહ્યા હતા. અને વીજ કંપનીના ઈલેકટ્રીક આસીસ્ટન્ટ પાર્થ પરમાર સાથે ઝપાઝપી કરી દર્શન ચૌધરીના મોબાઈલમાં રહેલ પાવર ચોરીના ફોટા ડીલીટ કરાવ્યા હતા. આ ઉપરાંત હવે પછી અમારા ગામમાં વીજ ચેકીંગ કરવા આવશો તો પાછા નહીં જઈ શકો તેવી ધમકી આપી હતી. આ અંગે જુનીયર ઈજનેર દર્શન ચૌધરીએ લખતર પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે એટ્રોસીટીની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડીવાયએસપી વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લખતરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગની ટીમ કામગીરી કરી રહી હતી. ત્યારે તલસાણામાં બે શખ્સોએ આવી વીજ કર્મી સાથે ઝપાઝપી કરી જુનીયર ઈજનેરના મોબાઈલમાંથી પાવર ચોરીના ફોટા ડીલીટ કરાવી ધમકી આપી હતી. આથી ફરજમાં રૂકાવટ કર્યાની બે શખ્સો સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મુળ સુરતના બારડોલી તાલુકાના મઢી ગામના 29 વર્ષીય દર્શનકુમાર રમેશભાઈ ચૌધરી હાલ ચૂડાના જોરાવરપરામાં રહે છે. અને ચુડા પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવે છે. તા. 11મીએ તેઓ ટીમ સાથે લખતરના ગ્રામ્ય પંથકમાં વીજ ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે 8-45 કલાકે તલસાણા ગામે વીજ ચેકીંગ દરમિયાન ગામના ઠાકરશી જેમાભાઈ અને મેહુલ ઠાકરશીભાઈ ધસી આવ્યા હતા. અને વીજ કર્મીઓને તમે અમારા લોકોના ઘરે જ ચેકીંગ કરો છો, ગામમાં બીજે વીજ ચેકીંગ કરવા જતા નથી તેમ કહી અપશબ્દો કહ્યા હતા. અને વીજ કંપનીના ઈલેકટ્રીક આસીસ્ટન્ટ પાર્થ પરમાર સાથે ઝપાઝપી કરી દર્શન ચૌધરીના મોબાઈલમાં રહેલ પાવર ચોરીના ફોટા ડીલીટ કરાવ્યા હતા. આ ઉપરાંત હવે પછી અમારા ગામમાં વીજ ચેકીંગ કરવા આવશો તો પાછા નહીં જઈ શકો તેવી ધમકી આપી હતી. આ અંગે જુનીયર ઈજનેર દર્શન ચૌધરીએ લખતર પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે એટ્રોસીટીની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડીવાયએસપી વી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.