Lakhtar: સીસી રોડની ચાલી રહેલી કામગીરીથી લોકો પરેશાન, વેપારીઓમાં ભારે નારાજગી

લખતર શહેરમાં જ્યારથી હાઈવેના સીસી રોડનું કામ ચાલુ થયું છે, ત્યારથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદેલા આડેધડ કામને લઈ અવારનવાર વાહનો ફસાઈ રહ્યા છે, જેને લઈ લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.દિવસમાં એકથી બે વાર ફસાય છે વાહનો વારંવાર વાહન ફસાવવાને લઈ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા મેટલની જગ્યાએ ગારા કિચડમાં કોરી વેસ્ટ નાખતા કોરી વેસ્ટ વેસ્ટ હોય તેવો ઘાટ સર્જાયો છે, કોરી વેસ્ટ નાખવા છતાં વાહનો ફસાવવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. જ્યારે કોરી વેસ્ટની ઉપર રોલર ચલાવવામાં આવે છે તો કોરી વેસ્ટ ભાંગીને ધુળ જેવો ભુક્કો થઈ જાય છે, જેને લઈ અવારનવાર જે ગારા કિચડમાં નાખેલા કોરી વેસ્ટમાં ડમ્પર અને ટ્રક જેવા વાહનો ફસાઈ રહ્યા છે. ખોદકામને કારણે ગ્રાહકો દુકાનોમાં ખરીદી માટે જતા નથી અવારનવાર વાહન ફસાવવાના કારણે હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાય છે, જેમાં 108 એમ્બ્યુલન્સ અને બસ જેવા વાહનોને નીકળવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઈ બસના પેસેન્જર તેમજ એમ્બ્યુલન્સમાં લઈ જતા દર્દીઓને ત્યાંથી નીકળવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકજામને લઈ અને રોડના ખોદકામને લઈ હાઈવે ઉપર ખાણીપીણીની દુકાનો તેમજ અન્ય ધંધાકીય રીતે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્રના પાપે વેપારીઓ માટે દિવાળી બની હોળી! હાઈવે પર ટ્રાફિક જામ અને રોડના ખોદકામને લઈ હાઈવે ઉપર ખાણીપીણીની હોટલો અને દુકાનદારોને દિવાળી આવતી હોય તેને લઈ ગ્રાહકો ના આવતા હોય તેવું વેપારીઓ અને ખાણી પીણી અને લારી ગલ્લાના ધારકોમાં કહી રહ્યા છે. જેને લઈ વેપારીઓમાં ભારે રોષ સર્જાયો છે, દિવાળીના ટાણે ખોદકામ થતાં અને ગ્રાહકો ના આવવાના કારણે આ દિવાળી જાણે હોળી જેવી થવા પામી છે, તેવું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

Lakhtar: સીસી રોડની ચાલી રહેલી કામગીરીથી લોકો પરેશાન, વેપારીઓમાં ભારે નારાજગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતર શહેરમાં જ્યારથી હાઈવેના સીસી રોડનું કામ ચાલુ થયું છે, ત્યારથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદેલા આડેધડ કામને લઈ અવારનવાર વાહનો ફસાઈ રહ્યા છે, જેને લઈ લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.

દિવસમાં એકથી બે વાર ફસાય છે વાહનો

વારંવાર વાહન ફસાવવાને લઈ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા મેટલની જગ્યાએ ગારા કિચડમાં કોરી વેસ્ટ નાખતા કોરી વેસ્ટ વેસ્ટ હોય તેવો ઘાટ સર્જાયો છે, કોરી વેસ્ટ નાખવા છતાં વાહનો ફસાવવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. જ્યારે કોરી વેસ્ટની ઉપર રોલર ચલાવવામાં આવે છે તો કોરી વેસ્ટ ભાંગીને ધુળ જેવો ભુક્કો થઈ જાય છે, જેને લઈ અવારનવાર જે ગારા કિચડમાં નાખેલા કોરી વેસ્ટમાં ડમ્પર અને ટ્રક જેવા વાહનો ફસાઈ રહ્યા છે.


ખોદકામને કારણે ગ્રાહકો દુકાનોમાં ખરીદી માટે જતા નથી

અવારનવાર વાહન ફસાવવાના કારણે હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાય છે, જેમાં 108 એમ્બ્યુલન્સ અને બસ જેવા વાહનોને નીકળવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઈ બસના પેસેન્જર તેમજ એમ્બ્યુલન્સમાં લઈ જતા દર્દીઓને ત્યાંથી નીકળવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકજામને લઈ અને રોડના ખોદકામને લઈ હાઈવે ઉપર ખાણીપીણીની દુકાનો તેમજ અન્ય ધંધાકીય રીતે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

તંત્રના પાપે વેપારીઓ માટે દિવાળી બની હોળી!

હાઈવે પર ટ્રાફિક જામ અને રોડના ખોદકામને લઈ હાઈવે ઉપર ખાણીપીણીની હોટલો અને દુકાનદારોને દિવાળી આવતી હોય તેને લઈ ગ્રાહકો ના આવતા હોય તેવું વેપારીઓ અને ખાણી પીણી અને લારી ગલ્લાના ધારકોમાં કહી રહ્યા છે. જેને લઈ વેપારીઓમાં ભારે રોષ સર્જાયો છે, દિવાળીના ટાણે ખોદકામ થતાં અને ગ્રાહકો ના આવવાના કારણે આ દિવાળી જાણે હોળી જેવી થવા પામી છે, તેવું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું છે.