Lakhtar મોઢવાણા ગ્રામ પંચાયતની ચૂંટણીના વિવાદનો આખરે અંત આવ્યો
ઝાલાવાડમાં વર્ષ 2020માં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં અન્ય ગ્રામ પંચાયતો સાથે સાથે લખતરના મોઢવાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ તા. 19-12-2020ના રોજ મતદાન થયુ હતુ.તા. 21-12-2020ના રોજ મત ગણતરી થતા બન્ને હરીફ ઉમેદવારો કીરીટસીંહ રાણા અને હરપાલસીંહ રાણાને એક સરખા 406 મત મળ્યા હતા. જેમાં ચીઠ્ઠી ઉછાળીને નિર્ણય કરાતા કીરીટસીંહ સરપંચ બન્યા હતા. આ બાબતે ચૂંટણી પંચ અને લખતર કોર્ટ સમક્ષ હરપાલસીંહ રાણાએ અરજી કરતા બે પોલીસ કર્મીને બેલેટ પેપર ઈસ્યૂ થયા હોવા છતાં તેઓએ મતદાન મથકેથી મતદાન કર્યુ હોવાનું સામે આવતા મામલતદાર કચેરીએ 11-3-23ના રોજ ફેર મતગણતરી યોજાઈ હતી. જેમાં હરપાલસીંહને 406 અને કીરીટસીંહને 405 મત મળતા હરપાલસીંહનો 1 મતે વિજય થયો હતો. આ નિર્ણયથી નારાજ થયેલા કીરીટસીંહ હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ સુધી રીટ પીટીશન કરી હતી અને તેઓની તરફેણમાં પડેલ મત ગણતરીમાં ન લેવાયા હોવાની રાવ વ્યકત કરી હતી. જેમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેઓની અરજી કાઢી નાંખતા સમગ્ર વિવાદનો અંત આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝાલાવાડમાં વર્ષ 2020માં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં અન્ય ગ્રામ પંચાયતો સાથે સાથે લખતરના મોઢવાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ તા. 19-12-2020ના રોજ મતદાન થયુ હતુ.
તા. 21-12-2020ના રોજ મત ગણતરી થતા બન્ને હરીફ ઉમેદવારો કીરીટસીંહ રાણા અને હરપાલસીંહ રાણાને એક સરખા 406 મત મળ્યા હતા. જેમાં ચીઠ્ઠી ઉછાળીને નિર્ણય કરાતા કીરીટસીંહ સરપંચ બન્યા હતા. આ બાબતે ચૂંટણી પંચ અને લખતર કોર્ટ સમક્ષ હરપાલસીંહ રાણાએ અરજી કરતા બે પોલીસ કર્મીને બેલેટ પેપર ઈસ્યૂ થયા હોવા છતાં તેઓએ મતદાન મથકેથી મતદાન કર્યુ હોવાનું સામે આવતા મામલતદાર કચેરીએ 11-3-23ના રોજ ફેર મતગણતરી યોજાઈ હતી. જેમાં હરપાલસીંહને 406 અને કીરીટસીંહને 405 મત મળતા હરપાલસીંહનો 1 મતે વિજય થયો હતો. આ નિર્ણયથી નારાજ થયેલા કીરીટસીંહ હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ સુધી રીટ પીટીશન કરી હતી અને તેઓની તરફેણમાં પડેલ મત ગણતરીમાં ન લેવાયા હોવાની રાવ વ્યકત કરી હતી. જેમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેઓની અરજી કાઢી નાંખતા સમગ્ર વિવાદનો અંત આવ્યો છે.