Kutch: ટેન્ટ સિટીની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, રણોત્સવના આયોજનને લઈને ચિંતાના વાદળો ઘેરાયા

કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આજે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુનઃ આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે. કચ્છ કાર્નિવલ ફરી ચાલુ કરવામાં આવે તેવી માગ રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુનઃ ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.

Kutch: ટેન્ટ સિટીની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, રણોત્સવના આયોજનને લઈને ચિંતાના વાદળો ઘેરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ

કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આજે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.


અગાઉ અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી

જેમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુનઃ આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.

કચ્છ કાર્નિવલ ફરી ચાલુ કરવામાં આવે તેવી માગ

રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુનઃ ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.