Kutch : અબડાસાના અભયારણ્યમાંથી ઘોરાડનું બચ્ચું ગુમ, વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન તેજ

May 2, 2026 - 00:30
Kutch : અબડાસાના અભયારણ્યમાંથી ઘોરાડનું બચ્ચું ગુમ, વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન તેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિશ્વના સૌથી વિલુપ્તપ્રાય પક્ષીઓમાં જેની ગણના થાય છે તેવા 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' (ઘોરાડ) ના સંરક્ષણ માટે ચાલી રહેલા મિશનને કચ્છમાં મોટો ઝટકો લાગ્યો છે. લાલા-પરજણ ઘોરાડ અભયારણ્યમાં "ઓપરેશન એગ ટ્રાન્સફર" અને "જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ" હેઠળ જન્મેલું ઘોરાડનું બચ્ચું છેલ્લા 12 દિવસથી ગુમ થતા વન વિભાગ ચિંતિત બન્યું છે.

18 એપ્રિલ બાદ દેખાયું નથી

માહિતી મુજબ, આ બચ્ચું 18 એપ્રિલ બાદ વન વિભાગની નજરે ચઢ્યું નથી. જે બચ્ચાની સુરક્ષા અને દેખરેખ માટે ૬૦થી વધુ વનકર્મીઓ તૈનાત હતા, તે બચ્ચું માત્ર એક મહિનાની અંદર જ ગાયબ થઈ જતાં અનેક સવાલો ઉભા થયા છે. આ બચ્ચું રાજસ્થાનના જેસલમેરથી લવાયેલા ફર્ટાઈલ ઈંડામાંથી કૃત્રિમ રીતે જન્માવવામાં આવ્યું હતું અને તે કચ્છમાં ઘોરાડની વસ્તી વધારવાની મોટી આશા હતું.

શિકારી પ્રાણીનો ભય કે અન્ય કારણ?

વન વિભાગ દ્વારા આખા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી વન વિભાગને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે.


આ પણ વાંચો---     Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0