Kutch Rain News : કચ્છના રાપરમાં બારે મેઘ ખાંગા, ભારે વરસાદથી રાપરનો સુવઈ ડેમ ઓવરફ્લો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે પણ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે કચ્છમાં પણ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે, ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે, સુવઈથી ગરવીપરને જોડતો બ્રિજ પણ ધોવાયો હોવાની વાત સામે આવી છે.
રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ
રાપરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, અનેક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગે બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા જિલ્લામાં વરસાદને લઈ ઓરેજન્જ એલર્ટ આપ્યું છે, તો કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી છે, કચ્છની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો
કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે, ભારે વરસાદની આગાહીને લઈ બીચ બંધ કરવામાં આવ્યો છે, સાથે સાથે ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવામાં આવી છે, બીચ તરફ જતા રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. કચ્છના ભચાઉમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે, ભચાઉ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ભચાઉના વોધ, ચોપડવા, ચીરઇમાં વરસાદ છે.
What's Your Reaction?






