Kutch News : ગાંધીધામ શહેર BJPના મંત્રીના મોત મામલે ખુલાસો, સ્યુસાઈડ નોટમાં 17 લોકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી

Mar 8, 2026 - 13:00
Kutch News : ગાંધીધામ શહેર BJPના મંત્રીના મોત મામલે ખુલાસો, સ્યુસાઈડ નોટમાં 17 લોકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આ કેસમાં બે ભાજપના નેતાઓના પુત્રની સંડોવણી હોવાનું ખુલ્યું છે, દર્શન બળવંત ઠક્કર અને કલ્પેશ મૂળજી સચદેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઊંચું વ્યાજ વસૂલી સોના ચાંદીના દાગીના પડાવ્યા હતા તેવી વાત સ્યુસાઈડ નોટમાં સામે આવી છે, આ મામલે આદિપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ શહેર ભાજપના મંત્રીના મોત મામલે ખુલાસો

ગાંધીધામમાં ભાજપના યુવા નેતાએ પંખે પટ્ટી બાંધીને આપઘાત કર્યો હતો અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મૃત્યુના 4 દિવસ બાદ પોલીસની તપાસમાં અલગ-અલગ વાતો સામે આવી રહી છે. આદિપુરના વોર્ડ નંબર ૨/બીમાં રહેતા અને ગાંધીધામ શહેર ભાજપના મંત્રી તરીકે કાર્યરત ૩૯ વર્ષીય દીપેશ મિનાક્ષીબેન ભટ્ટએ ગત તા. ૫-૩ના રોજ બપોરના સુમારે પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.


આ પણ વાંચો : Ahmedabad News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે મહેસૂલ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની કચેરીઓનું ખાતમુહૂર્ત સંપન્ન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0